Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અમદાવાદના ખોખરામાં સગીરા સાથે અડધી રાત્રે બળજબરી કરનાર બે ભાઇઓની ઘરપકડ

સગીરાના ફોટો તેમના ફોનમાં હોવાનું કહીને બંને હેરાન કરતા :સગીરાની માતા જાગી જતા બંને સગીરોનો ભાંડો ફૂટી ગયો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક સગીરા તેના ઘરે ઊંઘતી હતી. ત્યારે બે ભાઈઓ બારીમાંથી આવ્યા અને લાકડીથી સગીરાને જગાડીને નીચે લઇ ગયા હતા. નીચે લઇ જઇ તેની સાથે બળજબરી કરવા લાગ્યા હતા. આ સમયે સગીરાની માતા જાગી ગઇ હતી અને બંને સગીરોનો ભાંડો ફૂટી ગયો હતો.આ મામલે ખોખરા પોલીસને જાણ કરતા જ બંને ભાઇઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  મળતી માહિતી પ્રમાણે ખોખરા પોલીસ સ્ટેશન પાસે આવેલા એક આવાસમાં રહેતી 36 વર્ષની મહિલા પોતાના પરિવાર સાથે રાત્રે ઘરમાં ઊંઘતી હતી. આ દરમિયાન મોડી રાત્રે બ્લોકના પાઇપ પર ચડીને ઉપર આવ્યા હતા અને બે શખ્સોએ લાકડીથી સગીર પુત્રીને જગાડી હતી અને તેને નીચે લઈ ગયા હતા. જે બાદમાં બંને ભાઈઓ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરવા લાગ્યા હતા.

  આ દરમિયાન સગીરાની માતા પણ જાગી ગઈ હતી અને માટે પુત્રી ઘરમાં મળી ન આવતા શોધખોળ શરૂ કરી હતી. આ સમયે જ તેની નજર બંને ભાઈઓ પર પડી હતી. માતાએ જોયું કે બંને તેની પુત્રી સાથે બળજબરી કરી રહ્યા હતા. મહિલાએ બુમો પાડતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદમાં સગીરાએ માતાને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી બંને ભાઇઓ તેને હેરાન કરતા હતા. સગીરાના ફોટો તેમના ફોનમાં હોવાનું કહીને બંને તેને હેરાન કરતા હતા. દીકરીની આવી વાત બાદ માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

 

(12:50 am IST)