Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

વડોદરાની મહિસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ: પૂરની સ્થિતિ :કાંઠાના 13 ગામોને એલર્ટ

ડબકા ગામના ભાઠાના 60 લોકોને સલામત સ્થળે ખસેડડાયા : પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકશાન

 

વડોદરાની મહિસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠાના 13 ગામોને એલર્ટ કરાયા છે મહિ નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિ નદી કાંઠાના સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

  પાદરા તાલુકાના ડબકા ગામના ભાઠાના 60 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહિ નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં પાકને નુકશાન થયું છે. જયારે સિંધરોટ અને મુજપુરના વિસ્તારમાં મહિસાગર માતાના મંદિરમાં પણ પાણી ભરાયા છે.

  મહિ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠા વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા મહિ નદીના વડોદરા ગ્રામ્યના અનગઢ, સિંધરોટ, સાવલી તાલુકાના ભાદરવા, પાદરા તાલુકાના ડબકા, મુજપુર સહિતના ગામોને સલામતીના ભાગરૂપે સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. બીજીતરફ મહિ નદીનું રૌદ્ર રૂપ જોવા લોકોના ટોળેટોળા સિંધરોટ અને ઉમેટા બ્રિજ ઉપર ઉમટી પડ્યા છે.

(11:14 pm IST)