Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

સાબરકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ છતાં સિંચાઇની સ્થિતિ ચિંતાજનક :ગુહાઇ અને હાથમતી જળાશયોના જળસંગ્રહ ઓછો ગુહાઇ ૨૩ ટકા અને હાથમતીમાં ૩૪ ટકા જેટલું પાણી ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી ૩૦ ક્યુસેક ઠલવાઇ છે

સાબરકાંઠા જિલ્લામાં સિઝનનો સો ટકા વરસાદ થયો છે છતાં જળાશયોમાં જળસંગ્રહ ઓછો જોવા મળે છે  ચોમાસું પુરું થવાને ગણતરીના દીવસો છતાં પણ મહત્વના જળાશયોમાં પુરતા પાણી નહીં આવતા સિંચાઇના પુરતા પાણી માટે જળાશયોના આંકડા ચિંતાજનક છે.

    સાબરકાંઠા જિલ્લામાં મહત્વના જળાશયોના ઝથ્થાના આંક હજુ પણ ચિંતાની લકીરો સમાન ભાસી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો આવતા જળાશયોમાં સ્થિતિ કંઇ સારી નથી. જિલ્લામાં મહત્વના જળાશય અને સિંચાઇના પાણી માટે જેની પર આશા બંધાયેલી હોય છે. તે ગુહાઇ અને હાથમતી જળાશયમાં પણ કંઇક ખાસ પાણીનો જથ્થો વરસાદી પાણીનો એકત્રીત થઈ શક્યો નથી. ગુહાઇ જળાશયની મહત્તમ જળસપાટી ૧૭૩.૦૦ મીટર છે. જે હાલમાં માંડ ૧૬૭.૨૫ મીટરે પહોંચી શકી છે. ગુહાઈ જળાશયમાં હાલ પાણીનો જથ્થો માંડ ૨૩.૫૫ ટકા પહોંચ્યો છે. આમ હજુ પણ ગુહાઇ ડેમ ૭૬.૪૫ ટકા જળસંગ્રહ ખાલી છે. ગત વર્ષે પણ ગુહાઇ ડેમની સ્થિતી આવી હતી.

    હાથમતી જળાશય પણ કંઈક આવી સ્થિતિમાં છે. અને તેની સપાટી હાલમાં ૧૭૭.૨૧ મીટરે પહોંચી છે. જેથી હાથમતી ડેમમાં જળસ્ત્રોત ૩૪.૭૦ ટકા છે. આમ ૬૫.૩૦ ટકા જળસંગ્રહ ઓછો વર્તાઈ છે. જો કે હરણાવમાં ૭૮.૮૦ ટકા, તો જવાનપુરા જળાશયમાં પણ પાણીનું સ્ટોરેજ મેશ્વો નદીમાં પાણી આવતા છલાકેયેલી સ્થિતીમાં હોઈ તલોદ પંથકના વિસ્તારમાં રાહતરુપ નિવડશે. હાલમાં ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી ૩૦ ક્યુસેક ઠાલલવામાં આવી રહ્યું છે. અને આમ જળસ્તરને નર્મદાની મદદથી વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  જિલ્લાના ઉત્તરીય વિસ્તારમાં જળાશયોના કેચમેન્ટ એરીયામાં સારો વરસાદ વરસે તો, જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર પાણીનો જથ્થો એકત્રીત થઇ શકે. જોકે હાલ તો ખેડૂતો માટે આશાના કેન્દ્ર સમાન ગુહાઇ અને હાથમતી બંને જિલ્લા મધ્યક્ષેત્રના જળાશયો ભરાય તો, સાબરકાંઠાને સિંચાઇ અને ભૂગર્ભ જળમાં પણ રાહત થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

   સાબરકાંઠા સિંચાઈ વિભાગના નાયબ ઇજનેર અમિધરસિંહ જેતાવત મુજબ હાલમાં જળાશોમાં પાણીની આવકો મર્યાદીત છે. ગુહાઇ ૨૩ ટકા અને હાથમતીમાં ૩૪ ટકા જેટલું પાણીનો જથ્થો છે. જો કેચમેન્ટ એરીયામાં સારો વરસાદ અપેક્ષા મુજબ થાય તો જળાશયોના જળસ્તરમાં વધારો થઇ શકે છે.

(10:42 pm IST)