Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

કપરાડામાં ભારે વરસાદ ખાબકતા તમામ નદી-નાળા બે કાંઠે : ચેકડેમ-કોઝવે પર પાણીમાં ગરકાવ : અનેક ગામોનો સંપર્ક તૂટ્યો : 40 પરિવારો મુશ્કેલીમાં

કોલક નદીના ધસમસતા પાણી વહેતા કોઝવે ધોવાઇ ગયો: આવા લો લેવલ કોઝવે અને ચેકડેમોની ઊંચાઈ વધારવા માંગ

વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ ખાબક્યો હતો કપરાડામાં આજે સવારથી બપોર સુધી સાડા ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબકતા તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.નદી-નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં લો લેવલ કોઝવે (Causeway)અને ચેકડેમ કમ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ગામોનો સંપર્ક કપાયો છે

    વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો ત્યારે . કપરાડા તાલુકાના સીધા ગામ ને વાગણપાડા વચ્ચેના કોઝવે પર કોલક નજીક નદીના પાણી ફરી વળતા વાહન માર્ગે ગામનો સંપર્ક કપાયો હતો. આ કોઝવે પરથી કોલક નદીના ધસમસતા પાણી વહેતા કો ઝવે ધોવાઇ ગયો હતો. અને રસ્તાની વચ્ચે જ મોટા ગાબડા પડયા હતા. આથી હવે આ રસ્તો વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ સલામત નથી. આથી 40થી વધુ પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. અને અવાર જવર નો એક માત્ર રસ્તો બંધ થઈ જતાં લોકો ની હાલત કફોડી બની છે. આમ દર વર્ષે સતત વરસાદને કારણે તાલુકામાં લો લેવલ કો ઝ વે અને ચેકડેમ પર પાણી ફરી વળતા અવાર નવાર અનેક ગામોનો સંપર્ક છે ..આથી આવા લો લેવલ કોઝવે અને ચેકડેમોની ઊંચાઈ વધારવા માં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે 

(11:02 am IST)