Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

મહીસાગર નદી પરના ગળતેશ્વર બ્રિજ પાણીમાં ગરકાવ: કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ કરાયા

ગળતેશ્વર બ્રિજ પરથી ૨થી ૩ ફૂટ જેટલા ઉંચું પાણીનું વહેણ

મહીસાગર નદી પરના ગળતેશ્વર બ્રિજ પર ઘુઘવાતા સાગર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગળતેશ્વર બ્રિજ પરથી ૨થી ૩ ફૂટ જેટલા ઉંચું પાણીનું વહેણ હોવાથી બ્રિજ સંપૂર્ણ નદીનાં પ્રવાહમાં ડૂબી ગયો છે. નદીમાંથી પસાર થઇ રહેલા ધસમસતા પ્રવાહને જોવા ડેસર તાલુકાના વિવિધ ગામોના લોકો ગળતેશ્વર ખાતે ઉમટી પડ્યા હતા.

ડેસરના વાલાવાવથી અંબાવનો માર્ગ તાબડતોબ બંધ કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાંઠા વિસ્તારનાં જામ્બુગોરલ, વરસડા, ત્રાસિયા, વાઘપુરા, ઈંટવાડ અને નાની વરણોલી સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ગળતેશ્વરનો માર્ગ બંધ હોવાથી વાહનોને ઉદલપુર સેવાલિયા થઇને જવાની ફરજ પડી હતી.

(9:38 pm IST)