Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પગપાળા બકરો પોહચ્યો અંબાજી ધામ: VIP ગેટથી એન્ટ્રી આપી દર્શન માટે મંદિર પરિસરમાં લઈ જવાયો

સાબરકાંઠા જિલ્લાના દાહોદથી અંબાજી પગપાળા ચાલતા આવતા પદયાત્રીઓ સાથે એક બકરો ચાલતો જોડાયો હતો. જે ૮ દિવસ બાદ માઁ અંબાના ચરણોમાં અંબાજી મંદિર ખાતે પોહચ્યો હતો. અંબાજી ચાલતો જતો બકરો અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અંબાજી ચાલતા નીકળેલા બકારના વીડિયો પણ ૭ દિવસ પહેલા વોટ્સએપ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બકરો સતત ચાલતો ચાલતો અંબાજી પોહચ્યો હતો, જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

  માઁ અંબા પ્રત્યે મુંગા પશુમાં પણ અનેરી શ્રદ્ધા જોવા મળતાં લોકોએ બકરાની શ્રદ્ધાને હ્રદયથી સલામ કરી હતી. અંબાજી મંદિર પોહચેલા બકરાને અલગથી VIP ગેટ દ્વારા એન્ટ્રી પણ આપવામાં આવ્યા બાદ બકરાએ માઁ અંબાના દર્શન કર્યા હતાં.

(9:12 pm IST)