Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

મંદી અને બેરોજગારીના સમયમાં ટ્રાફિક દંડમાં રાક્ષસી વધારો પ્રજા માટે દાઝ્યા પર ડામ': ભાજપ આગેવાન ડૉ. ભરત કાનાબાર

માનવ ઝીંદગી બચાવવાનો હેતુ સિદ્ધ કરવા અમાનવીય દંડ નહિ પણ ટ્રાફિક નિયમોનો સખ્તાઈથી અમલ કરાવો !

અમદાવાદ : સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એક્ટ(એક્ટ) લાગૂ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કેટલાક ફેરફારો કરીને આ નિયમો લાગૂ કરવામાં આવશે. અમરેલી જિલ્લાના ભાજપના પીઢ આગેવાન અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ટ્રાફિકના કાયદાની ટ્વિટ કરીને ઝાટકણી કાઢી હતી.

રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના સુધારાયેલ કાયદાની અમલવારી થવા જઈ રહી છે. ટ્રાફિક નિયત્રણને લઈને રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં અનેક ગણો વધારો ઠોકી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપના આગેવાન ભરત કાનાબારે ટ્રાફિકના નિયમ અને દંડની અધધ રકમ બાબતે ટ્વીટ કર્યું છે. સૌરાષ્ટ્રની ભુતળ સ્થિતિની વાત કરતા જણાવ્યું હતું કે લોકોને મુસાફરી કરવા છકડો રીક્ષા છે. જેમાં લોકો મુસાફરી કરે છે. મુંબઈની ટ્રેનોમાં લોકો લટકીને મુસાફરી કરે છે. જે તેઓની મજબૂરી છે.

ટ્રાફિકના નિયમોનો કડક પણે અમલ કરવો જરૂરી છે. દંડની રકમ વધારવાથી લોકોને સલામતી મળી જ જાશે તે નિરવિવાદ શક્ય નથી. હજુ તો આ નિયમોનો અમલ થયો નથી. ત્યાં જ આમ જનતામાં મોટો આક્રોશ છે. ત્યારે ભાજપના કાર્યકર તરીકે સરકારનું ધ્યાન દોરવા મેં ટ્વીટ કર્યું છે.

ટ્વિટમાં તેમણે લખ્યું કે, મંદી અને બેરોજગારીના સમયમાં ટ્રાફિક દંડમાં થયેલ રાક્ષસી વધારો પ્રજા માટે 'દાઝયા પર ડામ' છે. છકડો રિક્ષામાં જાનનું પૂરું જોખમ છે એ જાણવા છતાં ગરીબ નબળી સ્થિતિને કારણે તેમાં મુસાફરી કરે છે. માનવ ઝીંદગી બચાવવાનો હેતુ સિદ્ધ કરવા અમાનવીય દંડ નહિ પણ ટ્રાફિક નિયમોનો સખ્તાઈથી અમલ કરાવો !

(8:06 pm IST)