Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

રાજ્યના નામાંકિત 70 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટ ભાજપમાં જોડાયા : કેસરિયો ખેસ ધારણ કર્યો

તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 370ની કલમ સહિત પીએમ મોદીના કામોથી પ્રભાવિત થયા

અમદાવાદ : ભાજપ સદસ્યતા અભિયાન ચાલવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ વિવિધ ક્ષેત્રોના લોકોને પક્ષમાં સભ્ય બનાવી રહ્યા છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે રાજ્યના નામાંકિત 70 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટ ભાજપમાં જોડાયા હતા. તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 370ની કલમ સહિત પીએમ મોદીના કામોથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા હતા

. પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ ભજપનો ખેસ ધારણ કર્યો હતો. આગાઉ પણ ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વકીલો, ડોકટરો સહિત ગુજરાતના નામાંકિત કલાકારો પણ ભાજપમાં જોડાયા હતા.

(8:00 pm IST)