Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અમદાવાદમાં રસ્તાઓ રીપેરીંગ કરવાને બદલે કોથળીમાં ડામર ભરી કોન્ટ્રાક્ટરોએ થીગડા માર્યા

અધિકારીઓની હાજરીમાં જ રસ્તાના સમારકામના બદલે માત્ર થીગડાબાજી કરી

અમદાવાદની પ્રજાને તંત્ર અને કોન્ટ્રાકટરો ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. અને ખરાબ રસ્તા પર થીગડા લગાવવાનું શરૂ કર્યુ છે. અમદાવાદમાં વરસેલા વરસાદ બાદ શહેરના રસ્તાઓ મગરની પીઠ જેવા થઈ ગયા છે. લોકોમાં તંત્ર સામે રોષ છે.

સરકારે અધિકારીઓને દિવાળી સુધી ખરાબ રસ્તા સરખા કરી દેવાનો આદેશ આપ્યો છે. ત્યારે અમદાવાદમાં રોડ રસ્તાના કોન્ટ્રાકટરેએ રસ્તા રીપેર કરવાના બદલે માત્ર થીગડાબાજી કરી છે. શહેરના અનેક વિસ્તારમાં રસ્તા પર ખાડા પડી ગયા છે. જોકે આજે કોન્ટ્રાકટરોએ અધિકારીઓની હાજરીમાં જ રસ્તાના સમારકામના બદલે માત્ર થીગડાબાજી કરીને પ્રજાને રાહત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

(7:56 pm IST)