Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

શામળાજી પોલીસે રિક્ષામાંથી વિદેશી દારૂ-બિયરની 120 બોટલો સાથે આરોપી ઝડપ્યો : મોડાસાના બુટલેગરે મંગાવ્યાનું ખુલ્યું

. શામળાજી પીએસઆઇ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા અણસોલ ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી વિદેશીદારૂ-બિયર ભરી આવતા ચાલકને દબોચી લીધો હતો ૩૮ હજારનો વિદેશી દારૂ રિક્ષા ચાલકે મોડાસાના 'ગગા' નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.

અણસોલ ગામ નજીક વાહનોના ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી રિક્ષા (નં-GJ.31.X. 1638) ને અટકાવી તપાસ કરતાં રિક્ષામાંથી વિદેશી દારૂ-બિયરની પેટી નંગ-૮ કુલ બોટલ નંગ-૧૨૦ કિં.રૂ.૩૮૪૦૦/- ના જથ્થા સાથે સુભાષ રણછોડભાઈ નિનામા (રહે, અણસોલ, ભિલોડા) ને ઝડપી પાડી રિક્ષાની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૩૮,૪૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વિદેશી દારૂ મંગાવનાર મોડાસાના 'ગગા' નામના બુટલેગર અને વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના શખ્શ વિરુદ્ધ શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(7:53 pm IST)