Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

લાખણીના યુવાનો દ્વારા ફિલિપાઈન્સમાં ગણપતિ મહોત્સવની ઉજવણી

સોન્તોડોમિન્ગો રિયલ બીચ રિસોર્ટમાં ગણપતિજીની મૂર્તિનું ભાવવાહી માહોલમાં વિસર્જન કરાયું

બનાસકાંઠાના લાખણીના વતની અને ફિલિપાઈન્સમાં એમ.બી. બી.એસ.નો અભ્યાસ કરતા વાઘેલા ભવાનીસિંહ અને અને તેમના સાથી સહાધ્યાયીઓ દ્વારા ગણપતિની વિધિવત સ્થાપના કરાઈ હતી અને દરરોજ પૂજા અર્ચના સાથે આરતી પણ કરવામાં આવી હતી બાદમાં સોન્તોડોમિન્ગો રિયલ બીચ રિસોર્ટમાં ગણપતિજીની મૂર્તિનું ભાવવાહી માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે "ગણપતિ બાપ્પા મોરિયા"ના નારાથી વાતાવરણ ગુંજીઉઠ્‌યું હતું.

    આ ગણેશ મહોત્સવમાં લાખણીના વતની અને ફિલિપાઈન્સમાં એમ.બી.બી. એસ.નો અભ્યાસ કરતા ભવાનીસિંહ વાઘેલા (લાખણી) અને તેમના સાથી મિત્રો સુરેશ દવે, વૃષભ પટેલ, કરણ ઠક્કર, જીગર પઢિયાર, પૂજા ડોડીયા, મેઘલ જોબનપુત્ર, ત્રીથ ઠક્કર, નીલ પટેલ, ઉમેશ પ્રજાપતિ, અજય ખેર, નિરલ પટેલ,હર્ષ પટેલ, મોનિક મોરાડીયા, અને કલ્પેશ પંચાલ સહિત મોટી સંખ્યામાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.વિદેશીઓએ પણ તેમની સંસ્કૃતિને બિરદાવી હતી. આમ વતનથી દૂર રહીને પણ તેમણે ધર્મ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા અકબન્ધ જાળવી રાખી દેશનું ગૌરવ વધાર્યું છે.

(6:52 pm IST)
  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST