Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

રાધનપુરમાં કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા તાકીદે પુરી કરવા આવેદનપત્ર પાઠવાયું

ગુજરાત જન અધિકાર મંચના કાર્યકરો દ્વારા આવેદન અપાયું

રાધનપુર : રાધનપુરમાં ગુજરાત જન અધિકાર મંચના કાર્યકરો દ્વારા કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પુરી કરવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.ગુજરાત જન અધિકાર મંચના પ્રવીણ રામના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા,જેના પગલે રાધનપુરમાં ડો.મહેન્દ્રભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ રાજેશભાઈ આહીર, દિલીપભાઈ ચૌધરી, જગદીશભાઈ સહિત કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું,

  આવેદનમાં જણાવ્યા મુજબ ૨૦૧૮માં પોલીસ કોન્સ્ટેબલની ૯૭૧૩ જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પડી હતી, અને પરીક્ષા દરમ્યાન પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી,જેને એક વર્ષ જેટલો સમય થઇ જવા છતાંય ભરતી પ્રક્રિયા પુરી કરવામાં આવી નથી

  .પ્રવીણ રામે મુખ્યમંત્રીને એક મહિના પહેલા આ બાબતે રજુઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કોઈ કાર્યવાહી થઇ ના હોવાથી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જો હજુ પણ ભરતી પ્રક્રિયા પુરી કરવામાં નહિ આવે તો ઓક્ટોબર મહિનામાં ગાંધીનગર ખાતે યુવા સંમેલનનું આયોજન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

(6:50 pm IST)