Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

નર્મદા ડેમ ઓવરફ્લો થાય એ કુદરતી: ઉજવણી કરવા કરોડોનો ખર્ચ પ્રજાની કેડ માથે જશે : શંકરસિંહ વાઘેલા

કહેતા ભી દીવાના,સુનતા ભી દીવાના લોકોને બેવકૂફ બનવાના ધંધા

અમરેલી : નર્મદા ડેમ ઓવરફ્લો થવાના આરે છે ત્યારે સરકારની ઉજવણી અંગે શકરસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નર્મદા ઓવરફ્લો થાયએ કુદરતી છે. જે વરસાદ આવે એટલે ભરાય જ. કહેતા ભી દીવાના,સુનતા ભી દીવાના લોકોને બેવકૂફ બનવાના ધંધા છે.

  આ ઉજવણીનો કરોડો રૂપિયાનો ખર્ચ પ્રજાની કેડ માથે જશે. મોંઘવારી મુદ્દે પણ શંકરસિંહ વાઘેલાએ કટાક્ષ કર્યો હતો, જેને ખબર નથી કે અર્થતંત્ર શુ છે, એટલે તો ભોગવવાનું જ છે. અમરેલીની મુલાકાતે આવેલા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ નવી ટ્રાફિક પોલીસીને લઈ સરકારની ઝાટકણી કાઢી હતી

   તેમણે કહ્યું કે સરકારે લોકોના હિતને જોઈને કાયદા બનાવવા જોઈએ. શંકરસિંહે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આકરા દંડને સરકારનો તઘલખી નિર્ણય ગણાવ્યો હતો. તો મોંઘવારી મુદ્દે પણ શંકરસિંહે કટાક્ષ કર્યો હતો.

(6:35 pm IST)