Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અસામાજીક તત્વો દ્વારા બ્રહ્મભટ્ટ સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલાના વિરોધમાં મહેસાણા સજ્જડ બંધઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મહેસાણા: મહેસાણામાં અસામાજિક તત્વો દ્વારા બ્રહ્મભટ્ટ સમાજના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવ્યી છે. જેને લઇને બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાતા ગત રોજ મહા આરતી બાદ સમગ્ર મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે મહેસાણાના મુખ્ય તોરણવાડી બજાર પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિત અનુસાર, મહેસાણાના હબટાઉન પાસે બુધવાર રાત્રીએ યુવતીના બર્થ ડે સેલિબ્રેશનમાં માથાકૂટ થઇ હતી. જેને લઇને કેટલાક અસામાજીક તત્વો દ્વારા ધવલ બ્રહ્મભટ્ટનામના યુવાનને મૂઢ માર મારવામાં આવ્યો હતો. આ હુમલાની જાણ થતા જ અસમાજીક તત્વો સામે બ્રહ્મભટ્ટ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે ગત રોજ મહા આરતી બાદ આજે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા.

ધવલને મૂઢ માર મારવાના મામલે હિન્દૂ સંગઠન આજે સામે આવ્યું છે. મહેસાણાના મુખ્ય તોરણવાડી બજાર સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. તો બીજી તરફ શાળા-કોલેજમાં આજે રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે વાલીઓએ બાળકોને શાળાએ ના મોકલી વિરોધ દર્શાવ્યો છે. અનિચ્છનીય ઘટના ના બને તે માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહેસાણાના પોલીસની ચાંપતી નજરમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ, 550 પોલીસ કોસ્ટબલ, 100 મહિલા પોલીસ, 100 હોમગાર્ડ અને 1 એસઆરપી જવાનની કંપની જુદા જુદા વિસ્તરોમાં ખડે પગે રાખવામાં આવ્યા છે. મહેસાણા નગર પાલિકા દ્વારા વૉટર બ્રાઉઝર પણ પોલીસે ખડે પગે રાખ્યું છે.

મહેસાણામાં એક યુવાનને ગંભીર રીતે માર મારવામાં આવ્યા બાદ બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાના પગલે આજે મહેસાણામાં હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહેસાણાના હબટાઉન પાસે બુધવાર રાત્રીએ યુવતિના બર્થ ડે સેલિબ્રેશનમાં ડખ્ખો થયો હતો. અને અમુક અસામાજીક તત્વોએ ધવલ બ્રહ્મભટ્ટ નામના યુવાનને ગંભીર ઈજાઓ કરી હતી. હૂમલાની જાણ બ્રહ્મભટ્ટ સમાજમાં થતા તેના ઘેરાપ્રત્યાઘાતો પડયા છે અને અસામાજીક તત્વો સામે રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે હિન્દુ સમાજના યુવક પર હૂમલા મામલે હિન્દુ સંગઠનો દ્વારા મોડી સાંજે બેઠક મળી હતી. જેમાં શનિવારે મહેસાણા શહેર બંધનું એલાન અપાયું હતું.

બનાવને લઈ શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. ઘટના બુધવારે રાત્રે ઘટી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે ગુરુવારે ડીવાયએસપી મંજીતા વણઝારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બનાવ કોઈ બે સમાજ વચ્ચે નથી.

મહેસાણા જિલ્લા પોલીસવડા નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે શનિવારે બંધનુ એલાન કેટલાક સંગઠનોએ આપેલં છે પરંતુ બંધના એલાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘના ઘટશે તેમજ કોઈપણ કાયદો હાથમાં લેશે તેને છોડવામાં આવશે નહી. મહેસાણામાં હાલ શાંતિ છે અને શાંતિ રાખવા માટે અમે બળપ્રયોગ પણ કરીશું.

ત્યારે પરિસ્થિતિ અને વાઇરલ મેસેજને જોતા મહેસાણા પોલીસ અને SRP દ્વારા મહેસાણા ખાતે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં મહેસાણામાં શાંતિ પૂર્ણ માહોલ છે.

(5:37 pm IST)