Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અમદાવાદના ચાંદખેડામાં પતિ-પત્ની ઔર વો ની ઘટનાઃ ૨ સંતાનો હોવા છતાં એક યુવકે બીજા લગ્ન કરી લીધા

અમદાવાદ: પતિ-પત્ની ઓર વો કદાચ આવા કિસ્સાઓ તમે હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં જરૂરથી જોયા હશે. પરંતુ આપણાં સુ-સભ્ય સમાજમાં આવા કિસ્તાઓ પણ આકાર લઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પતિ-પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ પત્ની અને બે સંતાનો હોવા છતાંય એક યુવકે અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધા અને બાળકને પણ જન્મ આપ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયા પક્ષ વિરૂદ્ધ અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી નેહલ રાઠોડના લગ્ન વર્ષ 2004માં થયા હતા અને બાદમાં વર્ષ 2010 સુધીમાં તેને બે બાળકોની માતા પણ બની હતી. આ સમય દરમિયાન સાસરી પક્ષમાંથી ઘણો ત્રાસ અને દુ:ખ સહન કર્યા હોવાનું નેહલ રાઠોડનું કહેવું છે. સાસુ સસરા તથા દિયર અને દેરાણી તરફથી અને સાથે જ પોતાના જ પતિ કપિલ રાઠોડ તરફથી પણ શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કહેવાય છે ને કે, વ્યક્તિના નસીબમાં રૂપિયો આવી જાય એટલે વ્યક્તિના વાણી વર્તનમાં ફરેફાર જરૂરથી આવી જાય છે. પરંતુ અહીં તો વ્યક્તિ વ્યભિચારી થઇ જતો હોય તેવું પહેલી વખત સાંભળ્યું છે. જી હા, વાત એકદમ સત્ય છે. કપિલ રાઠોડને વર્ષ 2013માં SBI બેંકમાં ક્લાર્ક તરીકેની નોકરી મળતાની સાથે જ તેના પણ તેવર બદલાઇ ગયેલા જોવા મળ્યા હતા. સરકારી નોકરી મળતાની સાથે જ કપિલ રાઠોડ એ ભૂલી ગયો કે, તે પોતે બે બાળકોનો પિતા છે અને કોઇનો પતિ પણ છે. બેંકમાં નોકરી કરતી મહિલા સાથે અનૈતિક સંબંધો વિકસાવી દીધા અને તેનાથી પણ ઉપરવટ જઇને આ કપિલ રાઠોડે પોતે પરણિત હોવા છતાંય બીજા લગ્ન કરીને એક બાળકને પણ જન્મ આપી દીધો.

હાલ તો આ સમગ્ર બનાવવની જાણ પહેલી પત્ની એટલે કે નેહર રાઠોડને થતા આ મામલે ચાંદખેડા પોલી સ્ટેશનમાં સાસરિયા અને પતિ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. પરંતુ હવે આ મહિલાને આપણો કાયદો કેવો અને કેવી રીતે ન્યાય આપી શકે છે તે જોવાનું રહ્યું છે. કદાચ આવા કિસ્સાઓ તમે હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં જરૂરથી જોયા હશે. પરંતુ આપણાં સુ-સભ્ય સમાજમાં આવા કિસ્તાઓ પણ આકાર લઇ રહ્યાં છે જેની ગંભીર નોંધ આપણા સમાજના રક્ષકો અને મોટા માટો આયોગો ચલાવનારા લોકોએ પણ લેવી જોઇએ. હાલ તો પોલીસે માત્ર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તવું આશ્વાશન આપ્યું છે. ત્યારે આ મહિલાને ન્યાય ક્યારે મળે છે તે હવે જોવાનું રહ્યું છે.

(5:33 pm IST)
  • ગુજરાતમાં વાહનોમાં પ્રદુષણ નિયંત્રણ માટે સને. ર૦૦૩ માં પીયુસી સેન્ટરો ખોલ્યા પછી સરકાર ૧૬ વર્ષ સુધી કુંભકર્ણ નિંદ્રામાં સુતી રહી, અને હવે કડક નિયમનો અમલ કરાવતા અંધાધૂંધી સર્જાઇઃ સરકારની ઢીલી નિતીને લઇને વાહન ચાલકોએ પણ કયારેય પીયુસી કઢાવ્યા જ નથીઃ ગુજરાતમાં ર૦ લાખ વાહનો પૈકી ૩૦ ટકા વાહનો ચાલકો પાસે જ પીયુષી હશે : સરકારી વાહનો પણ પીયુસી વગર જ દોડતા હશે સરકાર પહેલા તેના વાહનોની તપાસ કરાવે access_time 1:02 pm IST

  • જેલમાં કેદ નવાઝ શરીફને મુકેશના ગીતો ઉપલબ્ધ કરાવવા જોઈએ : પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશિદે કહ્યું કે સરકારે અહીં કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા ભોગવતા પૂર્વ પદભ્રષ્ટ પીએમ નવાઝ શરીફને એક ટેપ રેકોર્ડર અને મહાન પાશ્વ ગાયક મુકેશના ગીતનો એક સંગ્રહ ઉપલબ્ધ કરાવવો જોઈએ access_time 1:02 am IST

  • ઉત્તરાખંડમાં ડેન્ગ્યુનો હાહાકાર : સાત લોકોના મોત : દર્દીની સંખ્યા 1500ને પાર પહોંચી : દહેરાદૂનમાં દર્દીની સંખ્યા 900એ પહોંચી :સમગ્ર રાજ્ય ડેન્ગ્યુની ઝપટમાં :નૈનીતાલમાં 310 કેસ નોંધાયા access_time 12:53 am IST