Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કુપોષણ મુક્ત રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર સરિતા ગાયકવાડ સુરતની સિવિલ હોસ્પિટલમાં પહોંચી

ભણતરની સાથે દીકરીઓને રમત ગમત ક્ષેત્રે આગળ આવવું જોઈએ.

સુરત :રાજ્ય દરકાર દ્વારા કુપોષણ મુક્ત રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા પ્રથમ વાર સરિતા સુરતની નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી હતી. જ્યાં સરિતાએ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

ગોલ્ડન ગર્લ સરિતા ન સિવિલ હોસ્પિટલમાં જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. લોકો સરિતા સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં મુલાકાતે આવેલી સરીતાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ભણતરની સાથે દીકરીઓને રમત ગમત ક્ષેત્રે આગળ આવવું જોઈએ. અને દેશનું નામ રોશન કરવું જોઈએ. હું ઘણી તકલીફો માંથી પસાર થઈ છું.છતાં મે ક્યારે હાર માની નથી. 2005 થી સતત ટ્રેનિંગ લીધા બાદ આજે 2018માં મને સફળતા મળી છે. પરિવારના  સભ્યો અને કોચના લીધે આજે ગોલ્ડ મેડલ મેળવી શકી છું. ઘણો સંઘર્ષ કર્યો છે. સાથે સરકાર દ્વારા પણ ખૂબ જ સહકાર મળ્યો છે.

(10:15 pm IST)