Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

રૂપાણી મંત્રીમંડળ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ

જમીન માપણી,પાણી,સિંચાઈ,ખેડૂત,ફીનું ધોરણ નક્કી કરવા સહીત તમામ મોરચે સરકાર નિષ્ફ્ળ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની સરકાર સામે સૌ પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલશ પરમારે દ્વારા આ દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. જમીન માપણી, પાણી, સિંચાઈ, ખેડૂત, ફીનું ધોરણ નક્કી કરવા સહિતના તમામ મોરચે સરકાર નિષ્ફળ ગઈ હોવાને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. હવે જો અધ્યક્ષ ઓર્ડર કરશે તો બે દિવસમાં તેને ગૃહમાં રજુ કરવામાં આવશે. વિધાનસભાના નિયમ 106 અંતર્ગત આ દરખાસ્ત દાખલ કરાઈ છે. 

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં અત્યાર સુધી કુલ ૨૮ વખત અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે. આ ૨૯મી અવિશ્વાસની દરખાસ્ત છે. આ અંગે વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલષ પરમારે જણાવ્યું કે, રાજયમાં છેલ્લા ૨૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ કરી રહી છે અને છેલ્લા નવ માસથી ચાલતી આ સરકારને ગુજરાતની પ્રજાએ માત્ર ૯૯ બેઠકો આપી એ સરકાર પર પ્રજાને વિશ્વાસ નથી. 

વિધાનસભાના નિયમ 106 અંતર્ગત અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે

(10:14 pm IST)