Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

વડોદરામાં એક લાખ ફૂટના શાહી સમીયાણામાં 300થી વધુ જૈન તપસ્વીના સામુહિક પારણા

સિદ્ધિતપ કરનારમાં 12 વર્ષથી માંડી 92 વર્ષના વૃધ્ધનો પણ સમાવેશ :દેશભરમાંથી 15 હજાર જૈનો ઉમટ્યા :

વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત એક લાખ ફૂટના શાહી શામિયાનામાં ૩૦૦ કરતા વધુ જૈન તપસ્વીઓએ સામૂહિક પારણાં કર્યાં હતાં. સિદ્ધિતપ કરનારા ૩૦૦ તપસ્વીઓમાં ૧૨ વર્ષના બાળકથી લઈને ૯૨ વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. આજના અનોખા કાર્યક્રમમાં દેશભરમાંથી ૧૫૦૦૦ કરતા વધુ શ્રાવક-શ્રાવિકાઓ સહીત જૈન સમુદાય ઉમટી પડ્યો હતો. આચાર્ય ભગવંત પ.પુ.હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, તેમજ પુ.કલ્યાણ બોધી સુરીજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ પૂજ્ય સંયમ બોધીસુરીની નિશ્રામાં સિદ્ધિદાયક તપ કર્યા હતા.

(10:07 pm IST)