Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સારવારના ઉચ્ચ માપદંડો સ્થાપિત કરવાની જરૂર છે

પીડિયાટ્રીક પરિષદનો પ્રારંભ થયો

અમદાવાદ, તા.૧૫: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, નવજાત બાળકોને વ્યાપક અસરકર્તા પીડિયાટ્રીક કાર્ડિયાક ડીસઓર્ડસની શ્રેષ્ઠત્તમ સારવાર માટે ટર્શરી કેર પીડિયાટ્રીકસ કાર્ડિયાક ટ્રીટમેન્ટ ઊચ્ચ ધારા-ધોરણો માનદંડો સાથે સ્થાપિત કરવાની આવશ્કયતા છે.       આ સંદર્ભમાં તેમણે ભારતમાં ૧૦ ટકા શિશુ મૃત્ય દર માટે જન્મજાત હ્વદયરોગ જવાબદાર છે ત્યારે પીડિયાટ્રીકસ કાર્ડિયાક ટ્રીટમેન્ટ, કાર્ડિયાક સર્જરીના ક્ષેત્રોમાં અનુભવી અને પ્રશિક્ષીત સક્ષમ તબીબો-કર્મીઓની પર્યાપ્ત ઉપલબ્ધી માટે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડીયાના ૧૯માં ત્રિદિવસીય વાર્ષિક સંમેલનનો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો. વિજય રૂપાણીએ ગુજરાતમાં દેશભરમાં પહેલરૂપ નિઃશૂલ્ક સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ-શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની ભૂમિકા આપતાં કહ્યું કે, ૦ થી ૧૮ વર્ષની વયના બધાજ બાળકોની આરોગ્ય તપાસણી સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે.

 

(9:52 pm IST)