Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ઇડર-હિંમતનગર હાઇવે પર રાત્રીના સુમારે માં-દીકરીને આંતરી લૂંટારૃઓએ લૂંટ ચલાવી

ઈડર:ઈડર-હિંમતનગર હાઈવે પર ભેટાલી નજીકથી ગુરૃવારે રાત્રિના સુમારે સ્કૂટર પર પસાર થતા મા-દિકરી પસેથી રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી બે અજાણ્યા બાઈક સવાર ઈડર તરફ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે જાદર પોલીસે બે અજાણ્યા બાઈક સવાર વિરૃદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા કાજલબેન જશુભાઈ પંડયા ગુરૃવારે તેમના મમ્મી અંબાબેનને શ્વાસની બીમારી હોવાથી સ્કૂટર પર બેસાડી ઈડરના ખાનગી દવાખાનામં સારવાર માટે લઈ આવ્યા હતા. બાદમાં રાત્રિના સુમારે આ બંને મા-દિકરી પરત હિંમતનગરર જવા સારૃ નીકળ્યા હતા તેવામાં ભેટાલી ગામની સીમમાં તેમના સ્કૂટર આગળ એક બાઈક આવીને ઉભુ રહી ગયું હતું. આ બાઈક પર સવાર ૨૫થી ૩૦ની ઉંમરના બે યુવકોએ સ્કૂટરને એકાએક ધક્કો મારતાં સ્કૂટર સાથે બંને મા-દિકરી ભોંય પર પટકાઈ પડયા હતા.

(5:34 pm IST)