Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અમદાવાદમાં લાખો રૂપિયાનું દેવું થઇ જતા વેપારીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

અમદાવાદ:ઘી કાંટા નવતાળની પોળમાં રહેતા કાપડના વેપારીએ દેવુ થઇ જતાં ગોડાઉનમાં ગળા ફાંસો ખાઇને જીવન ટૂકાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં દિકરો બિમાર રહેતો હોવાથી બે લાખ ખર્ચ થયો હતો. જેથી આર્થિક સંકળામણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

નવતાળની પોળમાં શેઠિયા શેરીમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા ભરતભાઇ ગોડાજી દૈયા (ઉ.વ.૩૦)એ આજે સવારે ઘી કાટા રોડ પર આવેલા અડાવૈદના ડહેલામાં કાપડના ગોડાઉનમાં બીજા માળે છતીની હુક સાથે પ્લાસ્ટીકના કંતાનથી ફાંસો ખાધો હતો. આ બનાવની જાણ થતાં કાલુપુર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ભરતભાઇના દિકરો બિમાર હોવાથી હોસ્પિટલનો રૃા. બે લાખનો ખર્ચ થયો હતો. બીજીતરફ ધંધામાં પણ લાખો રૃપિયાનું દેવુ થઇ ગયું હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હતું. જો કે કટલા રૃપિયા દેવુ હતુ તે પરિવારના સભ્યોને કોઇપણ પ્રકારની જાણ નથી પોલીસે હાલતો અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:32 pm IST)