Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

યુ-ટ્યુબ ચેનલ હેક કરીને આવક તેના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા ગુજરાતી ફિલ્મના અભિનેતા રોહિત કલથીયાની ધરપકડ

 

ગુજરાતી ફિલ્મના કલાકા રોહિત કલથીયા નામના કલાકારની પોલીસે ધરપકડ કરી છે. રોહિતે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ગેસ્ટ હાઉસમાં કામ કર્યું છે.તેના પર આરોપ છે કે તેણે યુટ્યૂબ ચેનલ હેક કરી આવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

કલાકાર સામે યુ ટ્યૂબની ચેનલ હેક કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલાકારે યુટ્યુબ એકાઉન્ટ હેક કરી મળતી 110 ડોલરનીઆવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. મામલે સાયબર ક્રાઇમે કલાકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોહિત કળથીયા છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક્ટિંગ ક્ષેત્રે કાર્યરત છે. રોહિતે એક ચેનલમાં ક્રાઈમ કવરેજ તથા ક્રાઈમ પોઈન્ટના પ્રોગ્રામમાં એક્ટિંગ કરી છે અને હાલ ગુજરાતી આલ્બમ તથા ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરે છે.

(4:56 pm IST)