Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અમદાવાદના સાયન્સ સિટીમાં અમેેરકન પેંગ્વિન્સ લવાશેઃ ૨પ૭ કરોડના ખર્ચે અેક્વેટિક ગેલેરીનું નિર્માણ કરાશે

 

અમદાવાદઃ હવે દિવસો દૂર નથી જ્યારે અમદાવાદમાં દુનિયાના બીજા છેડાથી ખાસ મહેમાન હંમેશા માટે રહેવા આવશે. જૂન 2019 સુધીમાં અમદાવાદના સાયન્સ સિટીમાં હંબોલ્ડ્ટ પેંગ્વિન્સને વસાવવામાં આવે તેવી શક્યતા છે. દક્ષિણ અમેરિકાના રહેવાસી પેંગ્વિન્સની મુલાકાતીઓને ઝલક જોવા મળશે. સાથેસાથે તેમને શાર્ક, હેમરહેડ શાર્ક, જેલી ફિશ, ઑટર, સ્ટિંગ્રેઝ, કોરલ રીફ, ઓક્ટોપસ અને અલગ પ્રકારના મગર પણ જોવા મળશે.

અમદાવાદના સાયન્સ સિટીમાં રૂ. 257 કરોડના ખર્ચે 13,000 ચોરસ મીટરની એક્વેટિક ગેલેરી બને છે. મુલાકાતીઓ ટનલમાં ચાલીને ગેલેરીમાં 50થી વધુ શાર્ક પણ જોઈ શકશે. ગેલેરીની ખાસિયત છે કે દેશમાં અગાઉ આટલા મોટા પાયા પર આટલી વિશાળ ટનલ ક્યારેય નથી બની. અહીં જે પેંગ્વિન્સને લાવવામાં આવે છે તે દરિયાકિનારે પથરાળ વિસ્તારમાં રહે છે. અહીં પણ પેંગ્વિન્સ માટે એવો માહોલ ઊભો કરવામાં આવશે. IAS અને DST સેક્રેટરી ધનંજય દ્વિવેદીએ જણાવ્યું, “અમને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પરવાનગી મળી રહી છે. અમને આશા છે કે ગેલેરી આવતા જૂન મહિનામાં લોકો માટે ખુલ્લી મૂકાશે. ગેલેરીમાં 7 પ્રકારની આબોહવા અને માહોલ જોવા મળશે જેમાં એટલેન્ટિક, ભૂમધ્ય સમુદ્ર અને એશિયા-પેસિફિક વિસ્તારોનો સમાવેશ થાય છે. એક્વેટિક ગેલેરીમાં 72 જેટલી ટેન્ક હશે અને એમાં માછલીઓની 500થી પણ વધુ પ્રજાતિઓ હશે. કારણે મુલાકાતીઓ 360 ડીગ્રી અનુભવ માણી શકશે.”

પ્રોજેક્ટના કંસ્ટ્રક્શન કોન્ટ્રેક્ટર શાપૂરજી પલ્લોનજી એન્ડ કંપની લિ. ન્યુઝીલેન્ડના એક્વેરિયમ ડેવલપર મરિન્સ્કેપ સાથે હાથ મિલાવ્યા છે. પેંગ્વિન્સ માર્કેટમાં આસાનીથી ઉપલબ્ધ હોવાને કારણએ મરિનસ્કેપ આખી દુનિયામાંથી સત્તાવાર બ્રીડીંગ સેન્ટરમાંથી પેંગ્વિન્સ મંગાવી આપે છે. તેમને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ખરીદવા પડે છે. 25 મીટર લાંબી ટેન્કમાં 52 નાની અને મોટી શાર્ક્સ હશે જ્યારે 13,000 ચોરસ મીટર લાંબી અને ત્રણ માળની એક્વેટિક ગેલેરીમાં નર પેંગ્વિન હશે. સૂત્રોના જણાવ્યયા મુજબ, “ ટનલની આબોહવા પેંગ્વિન જે પ્રદેશમાંથી આવે છે તેના જેવી હશે. તેમાં જમીન અને પાણી બંને હશે. તેની બનાવટ સમુદ્ર કિનારાની પથરાળ જગ્યા જેવી હશે જેમાં ગુફામાં બાકોરા કરીને પેંગ્વિન્સ રહે છે. ટનલનું તાપમાન 12થી 15 ડીગ્રી જેટલું હશે. તેમને ખોરાકમાં ફ્રોઝન ફિશ આપવામાં આવશે.”

25 મીટર લાંબી ટનલમાં મુલાકાતીઓને જાતજાતની શાર્ક જોવા મળશે. તેમાં સેન્ડબાર, ગ્રે રીફ, ઝેબ્રા અને અન્ય જેવી કે બાલા, પિંક ટેઈલ, બોનેટહેડ, બ્રાઉન બાંબૂ, વ્હાઈટિપ રીફ, કોરલ કેટ વગેરેનો સમાવેશ થાય છે. શાર્ક્સ ફ્રાન્સ, સિંગાપોર, તાઈવાન, ટર્કી, ઈન્ડોનેશિયા અને અન્ય દેશોમાંથી મંગાવવામાં આવશે. દ્વિવેદીએ જણાવ્યું, “અમે એવા જાણકારોની તપાસમાં છીએ જે ગેલેરી જોઈને તેનો અનુભવ કેવો છે તે અમને જણાવી શકે. અમે એવા વિઝિટર ગાઈડ તૈયાર કરી શકીએ છીએ જે એક્ઝિબિશન પાછળનું વિજ્ઞાન મુલાકાતીઓને સમજાવી શકે. અમે સ્થાનિક સંસ્થાઓ સાથે અંગે વાતચીત કરીશું.”

હંબોલ્ડ્ટ પેંગ્વિન્સ મુંબઈના ભાઈખલામાં આવેલા ઝૂમાં પણ જોવા મળે છે. મે 2001માં સોલા સાંતેજ રોડ પર 100 હેક્ટર જેટલી જગ્યામાં સાયન્સ સિટી બનાવાયું હતુ. એક્વેટિક ગેલેરી તેના એક્સપાન્શન પ્લાનનો એક ભાગ છે. ઉપરાંત અહીં એક ફ્યુચરિસ્ટિક એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ તથા રોબોટિક્સ ગેલેરી પણ ઊભી કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રોજેક્ટ પાછળ રૂ. 225 કરોડનો ખર્ચો થશે.

હંબોલ્ડ્ટ પેંગ્વિન અથવાતો પેરૂવિયન પેંગ્વિન ચિલિ તથા પેરૂના દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. તેનું નામ પ્રજાતિને શોધી કાઢનાર એલેક્ઝાન્ડર વોન હંબોલ્ડ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. IUCN દ્વારા પ્રજાતિને નિર્બળ પ્રજાતિઓમાં સ્થાન આપવામાં આવ્યુ છે. પેંગ્વિન્સ તરણ કળામાં માહિર હોય છે. તેમની લંબાઈ 56થી 70 સેન્ટિમીટર જેટલી હોય છે અને વજન 3.6થી 6 કિલો સુધી હોય છે.

(4:54 pm IST)