Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ચીનની કૂડા કેન્સર હોસ્પિટલ દ્વારા નેનો નાઈફ રોબોટની મદદથી કેન્સરની સફળ સારવાર

 અમદાવાદઃ ચીનની કૂડા કેન્સર હોસ્પીટલે ચમત્કાર સર્જી મહાદિપનો પ્રથમ દેશ બની સફળ નેનો નાઈફ રોબોટની મદદથી કેન્સરની સારવાર કરી છે. ૨૧મી સદીમાં કેન્સર જેવી જીવલેણ બિમારીમાં લડવા માટે નેનો નાઈફ રોબોટિકલ સારવાર આશીર્વાદ સમાન પુરવાર થઈ રહી છે. ૬ વર્ષના રિચર્સ બાદ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન જેવા વિકસિત દેશોએ મળીને નેનો નાઈફ રોબોટિક સારવારનું સંશોધન હાથ ધર્યું આ એક ટેકનોલોજી પર આધારિત પધ્ધતિ છે. સર્જરી, કિમોથેરાપી, રેડિયોથેરાપીથી પણ વધુ એડવાન્સ અને રાહત આપનાર છે. નેનો નાઈફ રોબોટિક સારવારથી થતા ફાયદામાં આ એક નોન ઓપન બોડી ટેકનિક છે.

જેમાં શરીરમાં કોઈપણ જાતની ચીરફાડ વિના અને ટાંકા લીધા વિના બધા કામ રોબોટ કરે છે. આ ટેકનિક ઇલેકટ્રાડે પલ્સ પર આધારિત છે. આમાં શરીરમાં જવા કેન્સરની ગાંઠ હોય ત્યાં છિદ્ર કરાય છે અને રોબોટની ઈલેકટ્રોડસ કેન્સરના ટયુમરને અંદર જ ખત્મ કરવાના સફળ પ્રયાસ કરે છે. આ ટેકનિકથી કેન્સર ફેલાવવાનો કે પછી બીજી વખત થવાનો ભય ઓછો રહે છે. આ રોબોટના ઉપયોગથી શરીરની નસ કે આવશ્યક ઓર્ગેન તથા શરીરના અન્ય ભાગને કોઈ નુકશાન થતું નથી કે કોઈ આડઅસર થતી નથી અથવા ટાંકા પણ લેવામાં આવતા નથી તેમજ શરીરમાં કયાય લોહી પણ નીકળતુ નથી. આ આખી પ્રક્રિયા માત્ર ૨૫ મિનિટમાં પુરી થાય છે. પરિણામ પણ વહેલું મળે છે.(૩૦.૫)

(3:31 pm IST)