Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા વેપારીઓ વિફર્યા : ટાયર સળગાવી રસ્તો જામ કરવા પ્રયાસ ;હળવો લાઠીચાર્જ

પ્લાસ્ટિક મુદ્દે તંત્રની કડકાઈને લઈ વેપારીઓએ આડોડાઇ શરૂ કરતા યાત્રાળુઓનુ પણ નાક દબાવાનો પ્રયાસ

અંબાજીમાં ભાદરવી પૂનમ પહેલા વેપારીઓ વિફર્યા હતા પ્લાસ્ટિક પર મૂકાયેલા પ્રતિબંધ સામે વેપારીઓએ ટાયર સળગાવી રસ્તો જામ કરવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીઓનો હંગામો વધતા પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો. પ્લાસ્ટિક મુદ્દે તંત્રની કડકાઈને લઈ વેપારીઓએ આડોડાઇ શરૂ કરતા વિરોધ શરૂ કર્યો છે.

  પોતાના હિત ખાતર વેપારીઓએ તંત્રની સાથે યાત્રાળુઓનુ પણ નાક દબાવાનો પ્રયાસ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક મુક્ત મેળાનુ જાહેરનામું બે માસ અગાઉ પડ્યું હતું ત્યારે ભાદરવી પૂનમના મેળાની તારીખ નજીક આવતા હવે વેપારીઓ આડોડાઇ પર  ઉતરી આવ્યા છે.

(12:22 pm IST)