Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

નવરાત્રીની ઠેકડી ઉડાડતી 'લવરાત્રી' ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ

અરજદારે આક્ષેપ કર્યુ છે કે, ફિલ્મનું નામ અને તેમાં રહેલા અશ્લીલ ડાયલોગ હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડી રહ્યા છે

અમદાવાદ, તા.૧પઃ નવરાત્રીની ઠેકડી ઉડાડતી ફિલ્મ 'લવરાત્રી' સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. જેમાં આ ફિલ્મના પ્રમોશન અને પ્રસિદ્ઘિને અટકાવવા માટે દાદ માગવામાં આવી છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે.

લવ રાત્રી ફિલ્મના વિરોધમાં અરજદારે રજૂઆત કરી છે કે, આ ફિલ્મમાં હિન્દુઓના પવીત્ર તહેવાર નવરાત્રીને જે પુજા અને આરાધનાનો તહેવાર છે, તેની સામે આ તહેવારને આગળ રાખી તેઓ અશ્લીલતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાનો ધંધો કરવાની કોશીષ કરી રહ્યા છે.

અરજદારે આક્ષેપ કર્યો છે કે, ફિલ્મનું નામ અને તેમાં રહેલા અશ્લીલ ડાયલોગ હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આ ફિલ્મ પર બેન આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે સુનવણી આગામી અઠવાડીયે હાથ ધરાશે.

સનાતન ટ્ર્સ્ટ અધ્યક્ષ ઉમેદસીંહ ચાવડાએ જણાવ્યું કે, સલમાન ખાન ફીલ્મ દ્વારા પ્રેરીત આ ફીલ્મ છે અને આમા આ મુવીને બેન કરાય, તેનુ નામ બદલાય, તેમાં રહેલ સોંગને બદલવામા આવે. આરધનાના આ પર્વ સાથે ચે઼ડાનો અમારો ખાસ વિરોધ છે.(૨૩.પ)

(12:19 pm IST)