Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ગુજરાતમાં કૃત્રિમ વરસાદના પ્રયોગ સફળ થાય તેવું વાતાવરણ નથી : સરકારને નિષ્ણાંતોનો જવાબ

વધુ એક આશાકિરણ બુઝાયું : આજથી ચોમાસાની બિનસતાવાર વિદાય

રાજકોટ તા.૧પ : ગુજરાતમાં પાછોતરો વરસાદ ખેંચાતા સરકારે જરૂરિયાતવાળા વિસ્તારોમાં કૃત્રિમ વરસાદના પ્રયોગો કરી રાહત મેળવવા પ્રયાસ કરેલ પણ હવામાન નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોએ વાતાવરણ જોઇ નકારાત્મક પ્રતિભાવ આપ્યાનું જાણવા મળે છે. વરસાદ માટેનું એક આશાકિરણ બુઝીયુ છ.ેઆજથી બિનસતાવાર રીતે ચોમાસાની વિદાય થઇ રહી છે હવે માત્ર કુદરતના ચમત્કાર પર જ આધાર છે.

કૃત્રિમ વરસાદના પ્રયોગ ખૂબ ખર્ચાળ અને સફળતાની મર્યાદિત સંભાવનાવાળા હોય છે છતા સરકાર પ્રજા માટે આ સંભાવના ચકાસવા માંગતી હતી પ્રયોગ બાબતે નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવેલ પરંતુ નિષ્ણાતોએ હાલ ગુજરાતમાં કૃત્રિમ વરસાદને લાયક કુદરતી વાતાવરણ ન હોવાથી પ્રયોગ સફળ થવાની સંભાવના નહિ હોવાનું જણાવ્યું હતું નિષ્ણાંતોનો પ્રારંભિક અભિપ્રાય જ નિરાશાજનક આવતા સરકારે કૃત્રિમ વરસાદના પ્રયોગ કરવાની વિચારણા પડતી મુકી છે.(૬.૧૭)

 

(12:18 pm IST)