Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજ્યભરમાં મોસમનો કુલ વરસાદ ૭૩.૮૭ ટકા રહ્યો

ગુજરાતમાં વરસાદ હવે વિરામ તરફ પહોંચ્યો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૪.૭૯ ટકા અને કચ્છમાં સૌથી ઓછો ૨૬.૯૧ ટકા વરસાદ નોંધાઈ ગયો : રિપોર્ટ

રાજ્યભરમાં મોસમનો કુલ વરસાદ ૭૩.૮૭ ટકા રહ્યો

અમદાવાદ,તા.૧૪ : રાજ્યમાં ચોમાસું હવે હળવે હળવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ પણ ધીમી ધારે કયાંક કયાંક વરસે છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૩.૮૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજીયનમાં ૯૪.૭૯ ટકા અને સૌથી ઓછો કચ્છ રીજીયનમાં ૨૬.૫૧ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨.૯૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૨.૨૦ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૬.૮૩ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતા અહેવાલો મુજબ આજે તા.૧૪/૦૯/૨૦૧૮ સુધીમાં રાજ્યના આણંદ, ગીર-સોમનાથ, ભરૃચ, નવસારી અને વલસાડ મળી કુલ પાંચ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લામાં ૧૩૯.૮૫ ટકા અને સૌથી ઓછો કચ્છ જિલ્લામાં ૨૬.૫૧ ટકા વરસાદ નોંધાયો છે. ઉપરાંત આણંદ જિલ્લામાં ૧૦૧.૮૦ ટકા, ભરૃચમાં ૧૦૧.૮૪ ટકા, નવસારીમાં ૧૦૯.૭૮ ટકા અને વલસાડ જિલ્લામાં ૧૦૧.૮૦ ટકા સરેરાશ વરસાદ થયો છે. આ ઉપરાંત રાજ્યના ૩૪ તાલુકાઓ  એવા છે કે, જ્યાં ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. જેમા સૌથી વધુ કોડીનાર તાલુકામાં ૧૬૪.૩૭ ટકા અને સૌથી ઓછો લખપત તાલુકામાં ૩.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે આણંદ તાલુકામાં ૧૨૧.૪૩ ટકા, બોરસદમાં ૧૦૮.૯૧ ટકા, ખંભાતમાં ૧૦૪.૪૬ ટકા, પેટલાદમાં ૧૦૯.૯૦ ટકા, સોજીત્રામાં ૧૦૪.૮૫ ટકા, તારાપુરમાં ૧૧૦.૮૮ ટકા, માળીયામાં ૧૩૫.૨૫ ટકા, મેંદરડામાં ૧૩૨.૨૫ ટકા, ગીર-ગઢડામાં ૧૫૮.૨૫ ટકા, સુત્રાપાડામાં ૧૪૫.૪૮ ટકા, તલાલામાં ૧૦૫.૮૭ ટકા, ઉનામાં ૧૫૫.૮૧ ટકા, વેરાવળમાં ૧૧૩.૫૭ ટકા, જાફરાબાદમાં ૧૪૨.૬૭ ટકા, રાજુલામાં ૧૧૯.૭૮ ટકા, અંકલેશ્વરમાં ૧૩૩.૩૯ ટકા, મહુવામાં ૧૧૯.૬૨ ટકા, નેત્રંગમાં ૧૩૨.૩૭ ટકા, વાલીયામાં ૧૪૪.૬૨ ટકા, તળાજામાં ૧૦૯.૪૭ ટકા, વાલોડમાં ૧૦૬.૬૨ ટકા, ડોલવણમાં ૧૧૩.૬૫ ટકા, બારડોલીમાં ૧૦૧.૬૫ ટકા, માંગરોળમાં ૧૨૭.૬૩ ટકા, ચીખલીમાં ૧૧૩.૯૧ ટકા, ગણદેવીમાં ૧૦૩.૩૧ ટકા, ખેરગામમાં ૧૨૫.૩૭ ટકા, નવસારીમાં ૧૦૨.૬૭ ટકા, વાંસદામાં ૧૧૩.૮૪ ટકા, ઉમરગામમાં ૧૨૦.૭૫ ટકા, વસલાડમાં ૧૧૨.૫૪ ટકા અને વઘઇમાં ૧૪૧.૫૭ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાઆોમાં સરેરશ વરસાદની વિગતો જોઇએ તો કચ્છ જિલ્લામાં ૨૬.૫૧ ટકા, પાટણમાં ૩૦.૫૯ટકા, બનાસકાંઠામાં ૩૩.૦૬ ટકા, મહેસાણામાં ૩૩.૮૨ ટકા, સાબરકાંઠામાં ૫૮.૧૨ ટકા, અરવલ્લીમાં ૬૭.૭૮ ટકા, ગાંધીનગરમાં ૩૯.૩૩ ટકા, અમદાવાદમાં ૩૯.૪૩ ટકા, ખેડામાં ૬૭.૭૦ ટકા, આણંદમાં ૧૦૧.૮૦ ટકા, વડોદરામાં ૫૮.૪૮ ટકા, છોટાઉદેપુરમાં ૬૭.૧૬ ટકા, પંચમહાલમાં ૭૮.૧૫ ટકા,  મહીસાગરમાં ૫૬.૫૦ ટકા, દાહોદમાં ૬૭.૧૬ ટકા, સુરેન્દ્રનગરમાં ૪૧.૯૮ ટકા, રાજકોટમાં ૫૪.૭૨ ટકા, મોરબીમાં ૪૩.૪૦ ટકા, પોરબંદરમાં ૬૦.૫૮ ટકા, જૂનાગઢમાં ૯૧.૭૦ ટકા, ગીર-સમોનાથમાં ૧૩૯.૮૫ ટકા, અમરેલીમાં ૭૬.૫૩ ટકા, ભાવનગરમાં ૫૫.૫૫ ટકા, બોટાદમાં ૬૧.૬૨ ટકા, ભરૃચમાં ૧૦૧.૮૪ ટકા, નર્મદામાં ૬૬.૧૨ ટકા, તાપીમાં ૮૫.૯૯ ટકા, સુરતમાં ૯૦.૭૮ ટકા, નવસારીમાં ૧૦૯.૭૮ ટકા, વલસાડમાં ૧૦૧.૬૯ ટકા અને ડાંગમાં ૯૩.૧૦ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

 

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૧૪ : રાજ્યમાં મોસમનો કુલ વરસાદ ૭૩.૮૭ ટકા રહ્યો છે. કયા કેટલો વરસાદ નોંધાયો છે તે નીચે મુજબ છે.

ક્ષેત્ર.............................................. વરસાદ (ટકામાં)

દક્ષિણ ગુજરાત........................................... ૯૪.૭૯

કચ્છ પ્રદેશ................................................. ૨૬.૫૧

ઉત્તર ગુજરાત............................................. ૪૨.૯૩

સૌરાષ્ટ્ર...................................................... ૭૨.૨૦

પૂર્વ-મધ્ય ગુજરાત...................................... ૬૬.૮૩

 

(8:13 pm IST)
  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST

  • વડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST