Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજપથ કલબ : સ્વીમીંગ કોચે એક વિદ્યાર્થીને પટ્ટાથી ફટકાર્યો

કોચનો માર મારતો વીડિયો વાયરલ થતાં ચકચાર : વિવાદ ગરમાતાં સ્ટુડન્ટ્સના માતા-પિતાને સાંભળ્યા બાદ કસૂરવાર કોચ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટેની હૈયાધારણ

અમદાવાદ,તા. ૧૪ : શહેરની એસ.જી.હાઇવે પરની રાજપથ ક્લબમાં સ્વિમીંગ શીખવા આવતી છોકરીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકીને પટ્ટાથી માર મારતાં ભારે ચકચાર મચી ગઇ છે. એટલું જ નહી, કોચ દ્વારા છોકરીઓને માર મારતો  વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટમ મચી ગયો છે. બીજીબાજુ, સમગ્ર વિવાદ ગરમાતાં સ્ટુડન્ટ્સના માતા-પિતાને સાંભળ્યા બાદ કસૂરવાર કોચ વિરૂધ્ધ કાર્યવાહી કરવા રાજપથ કલબ મેનેજમેન્ટ તરફથી હૈયાધારણ અપાઇ હતી. વાયરલ થયેલા વીડિયોમાં કોચના પટ્ટા વડે માર મારવાના કારણે યુવતીઓ રીતસર આ કોચથી ફફડી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ આ વીડિયો ઉતાર્યો છે. આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની ગરીમાને રીતસર હચમચાવી દે તેવી છે.  વાયરલ વીડિયોમાં સ્વિમિંગ પૂલ પાસે કોચ એવું કહેતાં પણ સઁંભળાય છે કે, અહીં આવ નહીં તો મારીશ એક લાત તને સીધી ઊભી રહે અહીં આવ, નહીં તો લાત મારીશ, સીધી જઈશ પાણીમાં અહીં આવ. વાયરલ વીડિયો રાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ગઇકાલનો ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાનો છે. બે યુવતીઓને કોચે પટ્ટા વડે ફટકારી હોવાના વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્ચુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી યુવતીઓ ફફડી રહી છે અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીઓને વારાફરતી પટ્ટા વડે છોકરીઓને ફટકારી રહ્યો છે. આ સમયે સ્વિમિંગ પૂલમાં અન્ય મહિલાઓ અને યુવતીઓ સ્વિમિંગ કરી રહી છે. આ બધુ નિહાળી રહી છે. આ ઘટના સામે આવતાં ક્લબના સભ્યોમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, સમગ્ર વિવાદ ગરમાતાં સ્ટુડન્ટ્સના માતા-પિતાને સાંભળ્યા બાદ કસૂરવાર કોચ વિરૂધ્ધ કાર્યવાહી કરવા રાજપથ કલબ મેનેજમેન્ટ તરફથી હૈયાધારણ અપાઇ હતી.

(7:23 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST

  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST