Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અરવલ્લીના ભિલોડા તાલુકામાં બે શખ્સોએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામમાં ગઇકાલે બુધવારે બે વ્યક્તિએ ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવી લેતાં ગામલોકોમાં ચકચાર મચી ગઇ હતી. આત્મહત્યાની આખરી મંઝિલ ઉપર પ્રયાસ કરનાર બે વ્યક્તિમાં પંચોતેર વર્ષની વૃધ્ધા તથા પચીસેક વર્ષના યુવકનો સમાવેશ થતોહતો. ભિલોડા પોલીસે આ બન્ને બનાવો અંગે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ હેઠળ આકસ્મિક મોતની જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કુંડોલપાલ ગામના યુવક પ્રવીણ મનજીભાઇ બોદરે (ઉ.વ. ૨૫) ગઇકાલે તેના ઘરમાં ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવી લીધું હોવાની જાણ થતાં ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇને મૃતક યુવકની લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. 

જે દરમ્યાન જાણવા મળ્યું હતું કે, પ્રવીણ બોદરને તેની પત્ની હંસાબેન સાથે ઘરકામની બાબતમાં બોલાચાલી થઇ હતી. આથી રોષે ભરાઇને પત્ની તેની બહેનના ઘેર જવા રવાના થઇ ગઇ હતી. જ્યારે બીજી બાજુ પ્રવીણ બોદરે તેના ઘરમાં દોરડું  બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી દીધો હતો.

(4:44 pm IST)
  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST