Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પ્રાતિજના ધડકણમાં બપોરના સમયે તસ્કરોએ બંધ મકાનમાંથી 5 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી

પ્રાંતિજ:તાલુકાના ધડકણ ગામે આવેલા નવી ધડકણ વિસ્તારમાં બપોરના સમયે તસ્કરો દ્વારા મકાનમાં પ્રવેશ કરી અંદાજે પાંચ લાખની ચોરી થતાં મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરતા પ્રાંતિજ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજના ધડકણ ખાતે આવેલા નવા ધડકણ ખાતે  રહેતા નવીનભાઈ સોમાભાઈ પટેલતથા પરિવારના સભ્યો ગામમાં ગણપતિના વરઘોડામાં ગયાને અજાણ્યા તસ્કરો મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આવેલા છેલ્લા રૂમમાં રહેલ ત્રિજોરીમાં મુકેલ રોકડ રકમ ૧,૬૦,૦૦૦ તથા પંદર તોલા સોનાના દાગીના સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થતાં મકાન માલિકે પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ગામવચ્ચે ભરચક્ક વિસ્તારમાં ચોરીની ઘટના બનતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયોછે.

(4:44 pm IST)
  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST

  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST