Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પંચમહાલના કાલોલમાં તબીબી ચેકઅપના બહાને મહિલા દર્દી સાથે છેડતી કરનાર ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ

કાલોલ:પંચમહાલના કાલોલ અડાદરા સ્થિત ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના તબીબે ચેકઅપના બહાને પરિણીતા દર્દી સાથે શારીરિક છેડછાડ કરી ચુંબન કરવાની ચેેષ્ટા કરતા હોહા મચી ગઈ હતી. વેજલપુર પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તબીબ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલ તાલુકાના જયંતિ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ. ડિગ્રી ધારી યુપીના તબીબ પ્રેમનાથ લક્ષ્મીનારાયણ ગુપ્તા (મુળ રહે. ઉત્તરપ્રદેશ ) હાલ રહે. શ્રીજી પાર્ક, અંકુર સ્કુલની સામે ગોધરા) ફરજ બજાવી રહ્યાં છે. મેડિકલ પ્રેકટીસ કરતા ડોકટરે તા.૧૨મી અને બુધવારે હાલોલ તાલુકાના એક ગામથી ૨૨ વર્ષીય પરિણીતાના બે દિવસથી તાવ આવતો હોવાથી હોસ્પિટલ સારવાર માટે આવી હતી.

ત્યારે બપોરે મહિલાની એકલતાનો લાભ ઉઠાવવાના મનસુબાથી ચેકઅપ માટે પડદા પાછળ લઈ જઈને ડોકટર પ્રેમનાથ ગુપ્તાએ ચેકઅપ દરમિયાન શારિરિક અડપલા કરી છેડછાડ કરી હતી. ઉપરાંત ચુંબનો કર્યા હતા. આવા અશ્લીલ ચેંડા કરી થતા સમસમી ગયેલી મહિલાએ ગુરૃવારે વેજલપુર પોલીસ સ્ટેશને ડોકટર સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસ માટે માંગ કરી હતી.

(4:43 pm IST)
  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST