Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પાક બચાવવા નર્મદામાંથી વધુ પાણી છોડાશે

સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર, ઉતર -ગુજરાત અને અમદાવાદ જિલ્લાના ખેડુતોને લાભ

રાજકોટ તા.૧૪ : રાજય સરકારે પાછોતરા વરસાદના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતોની મદદ માટે નર્મદામાંથી વધુ પાણી છોડવાનું નકકી કર્યું છે. ગઇકાલ સુધી ૧પ હજાર કયુસેક પાણી છોડતુ હતું આજથી ર૦ હજાર કયુસેક પાણી શરૂ કરાયુ છે. આવતા વીસેક દિવસ સુધી આટલી માત્રામાં પાણી છોડાશે.

જુલાઇ અંત બાદ રાજયના મોટાભાગના વિસ્તારો કોરાધાકોડ રહેતા કપાસ, મગફળી જેવા વાવેતરને બચાવવા સરકારે સૌની યોજના હેઠળ પાણી છોડવાનુ ચાલુ કર્યું છે સૌરાષ્ટ્ર -ઉત્તર-ગુજરાત અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોને નર્મદાના પાણીનો સિંચાઇ માટે લાભ મળશે.(૬.૨૦)

(3:46 pm IST)