Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જૂની અદાવતનો ખાર રાખીને સગીર નાનાભાઈને મુંઢમાર માર્યો :હોસ્પિટલમાં દાખલ:થરાદના ભાચર ગામનો બનાવ

બનાસકાંઠાના થરાદાના ભાચર ગામે જુની અદાવતમાં 17 વર્ષના સગીરને મૂઢ માર મારવામાં આવ્યો છે. પિતરાઈ ભાઈઓ વચ્ચે જુની અદાવત ચાલતી હતી. તેમજ મોટાભાઈ સાથે થયેલી તકરારનો બદલો લેવા માટે નાના ભાઈને માર મારવામાં આવ્યો હતો. આ સગીરને મોઢાના ભાગે માર મારવામાં આવ્યો હતો. ઘાયલ સગીરને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે .

(9:54 pm IST)