Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગાંધીનગરમાં નેશનલ હેલ્થ મિશનના કરાર આધારીત કર્મચારીઓની વિવિધ માંગણી સંદર્ભે મૌન રેલી યોજાઈ

 

ગાંધીનગર ના 4 સર્કલ પાસે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓએ પોતાની વિવિધ માંગોને લઈને મૌન રેલી કાઢીને વિરોધ કર્યો હતો. કર્મચારીઓ વિરોધ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2006થી પગારમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકાર અમારી પાસે સૌથી વધુ કામ કરાવે છે. વધુ કામ કરવાની તકલીફ નથી. પણ ઓછો પગાર આપવામાં આવી રહ્યા છે. જે મામલે સરકારમાં રજુઆત કરવા છતાંય કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

 એનએચએમ કરાર આધારિત 150થી વધુ આયુષ તબીબો તથા અન્ય સ્ટાફ માટે  જુન 2018માં પગાર વધારાનો પરિપત્ર થયો હતો. છતાં હજુ સુધી નથી પગાર વધારો થયો નથી. પડતર માગણીઓને લઈને શુક્રવારે રેલી નીકળશે.

(12:33 am IST)