Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

પોલીસ ગ્રેડ પેનો પ્રશ્ન ઉકેલાતાં કામગીરીનો ઉત્સાહ બેવડાયો : અશોક કુમાર યાદવ

ભાવનગર રેન્જ આઇજીએ મુખ્ય મંત્રી, ગ્રહ મંત્રીને અભિનંદન સાથે આભાર વ્યકત કર્યો

 રાજકોટ.. મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી દ્વારા ખૂબ પોલીસ સ્ટાફના પ્રશ્ન અંગે ખૂબ સહાનુભૂતિ દાખવી રૂપિયા 500 કરોડથી વધુ રકમનું ભંડોળ ફાળવવા બદલ ભાવનગર રેન્જ આઇજી અને તાજેતરમાં જ જેને પ્રસંશનીય સેવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો છે તેવા અશોક કુમાર યાદવ દ્વારા આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે .  રાજ્ય સરકારના આવા સુંદર અભિગમને કારણે પોલીસ સ્ટાફમા કામગીરીનો ઉત્સાહ બેવડાસે તેમ પણ વિશેષમાં જણાવી મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીનો આભાર વ્યકત કર્યો છે.

(5:27 pm IST)