Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી મહિલાએ દીકરીને જન્મ આપતા સાસરિયાએ સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યા પોલીસ ફરિયાદ

અમદાવાદ: વસ્ત્રાલમાં રહેતી મહિલાનો દહેજના દૂષણના કારણે ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મહિલાની કુખે દીકરીનો જન્મ થતાં સાસરીયાએ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પતિ સહિત સાસરીના ચાર સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ રામોલ વિસ્તારમાં માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે માધવ પાર્ક વિભાગ-૩માં રહેતા રૃબીબહેન દિવ્ય વદન સિંહ રાજપૂત (ઉ.વ.૩૭)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પતિ દિવ્યવદનસિંહ  ઉર્ફે રાહુલ જય પ્રકાશસિંહ રાજપુત સહિત સાસરીના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના  ૨૦૧૪માં સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના મહિના પછી જાણવા મળ્યું હતું કે પતિએ એમ.સી.એ કરેલ નથી પરંતુ બી.કોમ સુધી અભ્યાસ કરેલો છે, આ બાબતે તકરાર થઇ હતી. ત્યારબાદ થોડા સમય સુધી સારી રીતે રાખવામાં આવી હતી. બાદમાં ઘર કામ બાબતે તકરાર કરીને મહેણા મારવામાં આવતા હતા, ફરિયાદી કંઇપણ બોલે તો તારે ન રહેવું હોય તો પિયરમાં જતી રહે તેમ કહેતા હતા, પતિ પણ આ બાબતે તકરાર કરીને મારઝૂડ કરતા હતા. એટલું જ નહી સાસરીયા દ્વારા  પિયરમાંથી કંઇ લાવી નથી તેમ કહીને રૃા. ૧૦ લાખ લાવવા માટ ે દબાણ કરવામાં આવતું હતું. ધંધો કરવાની વાત કરતા હતા જો કે ફરિયાદી હું પિયરમાંથી બધુ લાવી છું હવે પિયરમાંથી કંઇ લાવવાની નથી તેમ કહેતા ઝઘડો કરીને મારઝૂડ કરવામાં આવી હતી જેથી ફરિયાદી મહિલા પિયરમાં રહેવા ગઇ હતી ત્યારબાદ દિકરીનો જન્મ થતાં સાસરીવાળાને ગમ્યુ ન હતું અને રાખવાની ના  પાડતા હોવાનો મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

 

(1:26 pm IST)