Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વડોદરા: તરસાલી વિસ્તારમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ

વડોદરા: તરસાલી સુશેન સર્કલ પાસે પ્રિયદર્શની સોસાયટીમાં જુગાર રમતા ૭ જુગારીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડી ૮૪  હજાર રોકડા કબજે કર્યા છે.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે,સુશેન સર્કલ પાસે આવેલી પ્રિયદર્શની સોસાયટીના એક મકાનમાં કેટલાક લોકો ભેગા થઇને જુગાર રમી રહ્યા છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ  પાડીને (૧) પ્રોવિજન સ્ટોર ચલાવતા પરેશકુમાર કનૈયાલાલ ઠક્કર (રહે.નિલકંઠ પ્લાઝા, દાંડિયાબજાર) (૨) એલ.આઇ.સી.એજન્ટ રાકેશ પ્રવિણભાઇ બ્રહ્મભટ્ટ (રહે.ગોકુલધામ સોસાયટી, અલવાનાકા, માંજલપુર) (૩) ખેતીકામ કરતા જીજ્ઞોશ ચીમનભાઇ પટેલ (રહે.વૈષ્ણોદેવી સોસાયટી, હરિધામ  ફ્લેટની સામે, માંજલપુર) (૪)નિવૃત્ત જીવન ગુજારતા ચંદ્રવદન  રમણભાઇ  પટેલ (૫) રિયલ એસ્ટેટનું કામ કરતા ઉમંગ દિલીપભાઇ શાહ (૬) પ્રોવિજન સ્ટોર ચલાવતા ભરત રમેશચંદ્ર ઠક્કર  (ત્રણેય રહે.દર્શનમ એન્ટિકા,  દંતેશ્વર) અને (૭)નમકીનનો ધંધો કરતા  દશરથસિંહ ખુમાનસિંહ પરમાર (રહે.અક્ષરધામ ડૂપ્લેક્સ, માંજલપુર) ને ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૮૪,૧૫૦ કબજે કર્યા હતા.

(1:23 pm IST)