Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સ્‍વતંત્રતાના પર્વે સરકારે સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરીને વાહન ચાલકોને ભેટ આપી

IRM સીએનજી રૂપિયા 89.95 ની જગ્યાએ 83.95 રૂપિયામાં મળશેઃ સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

અમદાવાદઃ  CNG અને PNGના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે રાહત ભરી ખબર મળી રહી છે. સરકારના એક નિર્ણયથી CNGના વપરાશકર્તાઓનો ખિસ્સા પરનો ભાર ઘટ્યો છે. મોંઘવારીના માર વચ્ચે સીએનજી વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. સરકારે સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેને પગલે બનાસકાંઠામાં સીએનજી વાહન ચાલકોમાં ખુશી છવાઇ હતી.

15 મી ઓગસ્ટે સરકારે સીએનજી વાહનચાલકોને ભેટ આપી હતી. IRM સીએનજી રૂપિયા 89.95 ની જગ્યાએ 83.95 રૂપિયામાં મળશે.

અમદાવાદમાં સીએનજી ગેસના ભાવ વધારાના મામલે રિક્ષા ચાલકો ભુખ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા એક વર્ષમાં ૧ કિલો ગેસમાં ૩૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઇ જતા રિક્ષા ચાલકો સહિત તમામ સીએનજી ગેસ વાહન ધરાવતા લોકો પર આર્થિક બોજ વધી ગયો છે. ત્યારે સરકારે સામાન્ય જનતાને થોડી રાહત આપી છે. સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી રિક્ષા સહિતના વાહનો વસાવી રહ્યા છે. એક વર્ષ પહેલા જે વાહનચાલકો ૫૬.૩૦ રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં ૮૭.૩૮ રૂપિયે કિલો ગેસ ભરાવવા મજબૂર બન્યા છે !

જણાવી દઈએ કે દિલ્હી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે છેલ્લા વખત દિલ્હીમાં સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં 75.61 રૂપિયે કિલોગ્રામ ગેસની કિંમત પહોંચી ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો સીએનજીના ભાવ સરેરાશ 85ની આસપાસ લેવાઈ રહ્યા છે.

(12:18 pm IST)