Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાજ્ય સરકારની સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મોટી જાહેરાત :મુખ્યમંત્રીએ પોલીસકર્મીઓ માટે 550 કરોડનું ભંડોળ કર્યુ મંજૂર

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી પેકેજનું એલાન કર્યું:પોલીસ ગ્રેડ પર રાજ્ય સરકારનો સૌથી મોટો વચગાળાનો નિર્ણય કર્યો

અમદાવાદ :દેશના 75મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ પોલીસ  કર્મચારીઓને રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ આપી છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે ગ્રેડ પે મામલે વચગાળાના પેકેજની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે કુલ 550 કરોડના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી પેકેજનું એલાન કર્યું છે.પોલીસ ગ્રેડ પે પર ગુજરાત સરકારે સૌથી મોટો વચગાળાનો નિર્ણય કર્યો છે.

સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલે જણાવ્યું કે પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોને સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક 550 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરું છું.

મહત્વપૂર્ણ છે કે ગ્રેડ પે મામલે સરકારે નિમેલી કમિટીએ જ્યાં સુધી ગ્રેડ પે ન થાય ત્યાં સુધી વચગાળાનું પેકેજ જાહેર કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને સરકારે ગ્રાહ્ય રાખી પોલીસ વિભાગ માટે પેકેજ જાહેર કર્યું છે. પોલીસ ગ્રેડ પે પર ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે.

(8:59 pm IST)