Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજપીપળા ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વનું જિલ્લા કલેક્ટર કોઠારીના હસ્તે થયેલું ધ્વજવંદન કરાયું

કોરોના વોરીયર્સ તરીકે તબીબો, આરોગ્ય-પોલીસ કર્મીઓ, કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા દરદીઓને કલેક્ટર કોઠારીએ પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કર્યાં

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્યમથકે રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી આપી હતી.નર્મદા પોલીસ, એસ.આર.ડી.અને હોમગાર્ડઝ સહિતની પ્લાટુનો તેમજ પોલીસ બેન્ડની મધુર સુરાવલી ઓની ધૂન વચ્ચે યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં જિલ્લા કલેકટર કોઠારીએ નર્મદા જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને આજના સ્વાતંત્ર્ય પર્વના વધામણા સાથે હાર્દિક શુભકામના પાઠવી હતી.

 

જિલ્લા કલેકટર કોઠારીએ પ્રવર્તમાન કોવીડ-૧૯ ની મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન દરમિયાન જિલ્લા આરોગ્યતંત્ર દ્રારા થયેલી વિશેષ કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં એપ્રિલ-૨૦૨૦ થી આજદિન સુધી ૨૭૨ આરોગ્ય ટૂકડીઓ દ્રારા સર્વેલન્સ ની કામગીરી દરમિયાન ,૮૫,૪૮૩ વ્યકિતઓનું સર્વે કરીને આરોગ્ય તપાસમાં તાવ, શરદી, ખાંસી વગેરે જેવા મળી આવેલા ૨૨,૦૮૩ દરદીઓને જરૂરી સારવાર-માર્ગદર્શન ઉપરાંત ૧૪ જેટલા ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૩૩,૦૯૨ ઓપીડીમાં આરોગ્ય તપાસણી દરમિયાન તાવ, શરદી, ખાંસી વગેરેના મળી આવેલાં ,૫૯૦ દરદીઓને સ્થળ ઉપર જરૂરી સારવાર પૂડી પાડવામાં આવી છે. ૪૮ હજારથી વધુ વ્યકિતઓએ આરોગ્ય સેતૂ એપ્લીકેશન ડાઉનલોડ કરીને આરોગ્યલક્ષી સતત માર્ગદર્શન મેળવી રહયાં હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.
ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના હસ્તે કોવીડ-૧૯ ની મહામારીમાં કોરોના વોરીયર્સ તરીકે વિશિષ્ટ નોંધપાત્ર સેવાઓ આપનાર તબીબો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ, નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ, શ્રી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,બોરીદ્દા ગામના શિક્ષક અનિલ ભાઇ મકવાણા ઉપરાંત કોરોનાને મ્હાત આપીને સ્વસ્થતા પ્રાપ્ત કરનાર દરદીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું.તેમજ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા જીવનરક્ષા પદક વિજેતા જાહેર કરાયેલ જિલ્લાના રીંગણી ગામના વતની અને હાલ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ શ્રવણ કુમાર ચંદુભાઇ વસાવાને જીવનરક્ષા પદક, રૂા. લાખના પુરસ્કારના ચેક સાથે પ્રશસ્તિપત્રથી બહુમાન કરવાં ઉપરાંત રાજ્યકક્ષાએ રોલપ્લે સ્પર્ધા અંતર્ગત મિડીયા લીટરસી કૃતિમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ગાજરગોટા ની સરકારી માધ્યમિક શાળાના આચાર્ય જિમ્નાસ્ટિકમાં શ્રેષ્ઠ દેખાવ બદલ સરદાર પટેલ જુનિયર એવોર્ડ વિજેતા માનસીબેન મહેશભાઇ વસવાને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું.તદઉપરાંતબેટી બચાવો બેટી પઢાવોઅંતર્ગત ધો-૧૦ અને ૧૨ માં ચાલુ વર્ષે બોર્ડની જાહેર પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું, જે અંતર્ગત જિલ્લાની ૨૦ વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં રૂા. હજાર લેખે કુલ રૂા. લાખની રકમ પુરસ્કાર પેટે જમા કરાશે.
જિલ્લાકક્ષાના યોજાયેલાં ધ્વજારોહણ સમારોહમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, રાજવી પરિવારના રઘુવીરસિંહજી ગોહિલ અને માનવેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ. કે.વ્યાસ, નાયબ વન સંરક્ષક ડૉ. નિરજકુમાર અને પ્રતિકભાઇ પંડ્યા, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, ટીમ નર્મદાના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમના અંતમાં જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

(11:56 pm IST)