Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, તથા હિમકર સિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ રાજ્યની જેલોમાંથી પેરોલ-ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ કેદીનોને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને .એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ તિલકવાડા પો.સ્ટે. ગુ..નં. ફસ્ટ ૦૪/૨૦૦૬ .પી.કો. ક્લમ ૩૦ર મુજબના ગુનાના કામનો કેદી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો અને કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ.જે પેરોલ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર નહિ થતા પેરોલ ઉપરથી ફરાર થતાં તિલકવાડા પો.સ્ટે. માં ગુનો નોંધવામાં આવેલ.જે ફરાર કેદીને પકડવા સારૂ બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી નામે લમનભાઇ પ્રભુભાઇ તડવી રહે.વંઢ તા.તિલકવાડા જી.નર્મદાનાનો ફરાર કેદી વંઢ ગામે છે તેવી બાતમી આધારે એલ.સી.બી.ટીમે વંઢ ખાતે જઇ ફરાર કેદીને ઝડપી પાડી તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ.

(11:44 pm IST)