Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન

મહેસાણા જિલ્લાના કોરોના વોરિયર્સને પ્રમાણ પત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરાયા: આરોગ્ય અને આર્થિક બંને મોરચે કોરોનાના પ્રતિકાર માટે મક્કમ વ્યૂહ રચના સાથે રાજ્ય અગ્રેસર-નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

 મહેસાણા જિલ્લા કક્ષાના ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહી  રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું  આ  પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આજ દિન સુધી અનેક પડકારોનો સામનો કરેલ છે. ગુજરાત કોરોના જેવા પડકારો અને મુશ્કેલીઓ સામે નાગરિકોના સાથ અને સહકારથી લાંબી લડાઇ લડી રહ્યું છે. તેમણે કોરોના સામેની આ લડાઇમાં નાગરિકોએ ફરજીયાત માસ્ક,સેનીટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટનન્સને જીવનનો હિસ્સો બનાવવા અનુંરોધ કર્યો હતો.

  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકાર આ વૈશ્વિક મહામારીમાં લોકોની પડખે ઉભી છે..આ લડાઇ સામે સરકાર દ્વારા અસરકાર  લોકહિતલક્ષી નિર્ણયો થકી કોરોનાને નાથવા સકારત્મક પ્રયાસો કર્યા છે.કોરોના સામેની લડાઇમાં પ્રધાનમંત્રી દ્વારા આપેલ લોકડાઉન થકી આ વૈશ્વિક મહામારીમાં અન્ય દેશો કરતાં આપણે સ્થિતિ સારી છે.રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો થકી આપણે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, અને રીકવરી રેટમાં વધારો કરી શક્યા છીએ. સરકારે નાગરિકોની વિશેષ ચિંતા કરી વિનામૂલ્યે અનાજ, આત્મનિર્ભર યોજના,શ્રમિકોને સ્પેશ્યલ ટ્રેન દ્વારા સન્માનપુર્વક વતનમાં મોકલવા જેવા અનેક નિર્ણયો કરેલ છે.

 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે સ્વતંત્રતાના દિવસે કોરોના યોધ્ધાઓનું સન્માન કરી સરકારે તેમના પ્રત્યે આદરભાવ રજુ કરેલ છે.સમાજમાં નાગરિકોના આરોગ્યની ચિંતા કરી સમાજ માટે કોરોના વોરીયર્સનું અભૂતપૂર્વ યોગદાન છે. સરકાર દ્વારા પણ આરોગ્યની સવતલો ઉભી કરી કોરોનાગ્રસ્ત નાગરિકોને વિનામૂલ્યે સારવાર આપી સ્વસ્થ કરેલ છે.નાગરિકો દ્વારા કોરોના માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સતત અપીલ કરવામાં આવી રહી છે.ફરજીયાત માસ્ક માટે અમુલ પાર્લર પર નજીવી કિંમતે માસ્ક પુરા પાડવામાં આવેલ છે. કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર માટે રૂ ૦૩ લાખ જેટલો ખર્ચ થાય છે જે સરકારે વિનામૂલ્યે સારવાર કરેલ છે. આ ઉપરાંત કોરોના દર્દીઓને રૂ ૪૦ હજારના ઇન્જેકેશન વિનામૂલ્યે આપી આરોગ્યની સુખાકારીની વિશેષ ચિંતા કરી છે.

 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે આપેલ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ લોકડાઉનનું સમર્થન દેશની ૧૩૦ કરોડની જનતાએ આપી માનવજાતના ઇતિહાસમાં અજોડ ઉદાહરણ પુરૂ પાડેલ છે.લોકડાઉન અને અનલોક દરમિયાન નાગરિકો,કર્મયોગીઓનો સહયોગ મળી રહ્યો છે.આ સમય દરમિયાન ધાર્મિક,સામાજિક સેવાભાવી સંસ્થાઓએ નાગરિકોના ભોજન સહિતની ચિંતા કરી અભિનવ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
 નાયબ મુખ્યમંત્રીએ લોક ડાઉનના સમયમાં નાગરિકોને મદદરૂપ થનાર તમામની પ્રશંસા કરી હતી અને કોરોનાથી અને કોરોના વોરિયર તરીકેની ફરજ દરમિયાન જાન ન્યોચ્છાવર કરનારાઓને સાદર અંજલિ આપી હતી.

  આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોરોના વારીયર્સ તેમજ કોરોનામુક્ત થનાર દર્દીઓનું સન્માન અને અભિવાદન કર્યું હતું. જિલ્લામાં ૭૬ કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાંથી વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરનાર ૧૮ જેટલા કોરોના વોરીયર્સનું સન્માન નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત કોરોના વોરીયર્સ અંતર્ગત કામગીરી કરનાર મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ૧૫૫૧ આશા બહેનો,૨૯૫ ફીમેલ હેલ્થ વર્કરો,૨૨૬ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો,૧૨૦ મેડીકલ ઓફિસરો,૧૩૦ સી.એચ.ઓ,૭૨ આર.બી.એસ.કે.એમ.ઓ,૫૦ આયુષ મેડીકલ ઓફિસરો,૫૦ તાલુકા હેલ્થ ઓફિસરો,૧૦ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, ૧૬૪  સિવિલ હોસ્પિટલના ડોકટરઓ તેમજ સ્ટાફ,૬૩૦ મેડીકલ કોલેજ સ્ટાફ વડનગર, ૮૬ જેટલા ૧૦૮ ઇમરજન્સી સેવાઓના કર્મયોગીઓ દ્વારા કોરોના સંક્રમણ નિવારત્મક અને સમાજ ઉપયોગી કામગીરી કરનારન તમામને અભિનંદન પાઠવ્યા હતા

નાયબ મુખ્યમંત્રીએ ભારત અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ, શહેરી વિકાસ, માળખાકિય વિકાસ સહિતના વિવિધ બહુઆયામી વિકાસ આયોજનોની વિગતવાર જાણકારી આપી સહુની સાથે વૃક્ષારોપણ કર્યુ હતુ.  ૭૪ મા સ્વાતંત્ર્ય દિનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સંસદ શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા  વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ,સામાજિક અગ્રણી સર્વે નિતીનભાઇ પટેલ,સોમભાઇ મોદી સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ, સન્માનીત કોરોના વોરીયર્સ ઉપસ્થિત રહ્યા હતા.,

(9:03 pm IST)