Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ડમ્પરે અડફેટે લેતા સુરતના માંડવીના નાયબ મામલતદાર અને તેના પતિનું ઘટના સ્થળે કરૂણમોત

અંકલેશ્વરથી માંડવી આવતા હતા ત્યારે માંડલ પાટિયા નજીક ડમ્પરે ભીષણ ટક્કર મારી

સુરત: સુરત જિલ્લાના માંગરોળમાં ગોઝારો અકસ્માત જેમાં માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ અને તેમના પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે

આ અંગે  મળતી વિગત મુજબ માંડવીના નાયબ મામલતદાર સીમાબેન તેમના પતિ સાથે કારમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે અંકલેશ્વરથી માંડવી આવી રહ્યાં હતા. આ દરમિયાન રસ્તામાં માંડલ પાટિયા નજીક સામેથી બેફામ આવી રહેલા ડમ્પરે તેમની કારને ભીષણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સીમાબેન અને તેમના પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ડમ્પર સાથે ટક્કર બાદ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:46 pm IST)