Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ગાંધીનગર નજીક ધોળાકુવામાં પોલીસે બાતમીના આધારે બુટલેગરના અડ્ડા પર દરોડા પાડી 2.14 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:શહેર નજીક ધોળાકુવા ગામે બુટલેગરે ફરી દારૂનો ધંધો શરૂ કર્યો હોવાની બાતમીના પગલે એલસીબી-ર ની ટીમે અહીં દરોડો કરીને તપાસ કરતાં પાર્ક થયેલી કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની ૧૬ર બોટલો જપ્ત કરી હતી અને ર.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ શરૂ કરી હતી.    

ગાંધીનગર જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે એલસીબી-ર પીઆઈ એચ.પી.ઝાલાની સૂચનાના પગલે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.રાકેશસિંહને બાતમી મળી હતી કે ધોળાકુવા ગામે રહેતો કુખ્યાત બુટલેગર મુકેશ ગણેશજી ઠાકોર ફરીથી દારૂના ધંધામાં આવ્યો છે અને બલરામ આશ્રમ હોસ્ટેલની પાછળ કારમાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ કાર મળી આવી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ માર્કાની ૧૬ર બોટલ મળી હતી. પોલીસે કાર અને દારૂ મળી ર.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મુકેશ ઠાકોર સામે ઈન્ફોસીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવી તેની શોધખોળ આદરી હતી. 

(2:35 pm IST)