Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

કડી તાલુકાના કલ્યાણપુરામાં સલૂનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 9જુગારીઓને ઝડપી પાડ્યા:બે રફુચક્કર

કડી:તાલુકાના કલ્યાણપુરા ગામમાં આવેલા એક સલુનમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઈડ કરીને રૂ.૯૫૩૦૦ની મત્તા સાથે ૯ જુગારીયાને ઝડપી લીધા હતા. જ્યારે બે જણા ભાગી છૂટયા હતા. ઉપરાંત મહેસાણા, સાપાવાડા તેમજ વસાઈમાંથી પણ જુગાર રમતા ૨૩ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.

બાવલુ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળેલ કે કલ્યાણપુરામાં આવેલા જયહિંદ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે ગીરીશ લખતરીયા નામનો શખસ પોતાની સુરજ હેર કટીંગ નામની દુકાનમાં જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસની ટીમે અહીં રેડ પાડી જુગાર રમી રહેલા કેતન હસમુખ પટેલ, મહેશ રણછોડ પટેલ, રિતેશ ભોગીલાલ પટેલ, ભરત ઈશ્વર સાધુ, અશ્વિન શાંતિલાલ પટેલ, કલ્પેશ અંબાલાલ પટેલ, અનિલ દયાળજી પટેલ, નિલમ કાંતિલાલ પટેલ ,ગીરીશ મનસુખ લખતરીયા ઝડપાયા હતા. જ્યારે કનુ દયાળજી પટેલ અને વાઘુજી ઠાકોર પોલીસ સાથે ઝપાઝપી કરી નાસી છૂટયા હતા. 

(2:28 pm IST)