Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વડોદરા નજીક કપૂરાઈ ગામે હોટલમાં સામાન્ય ઝઘડાની અદાવતે યુવાનના માથા પર ઠંડા પાણીની બોટલથી હુમલો કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા:શહેર નજીક કપુરાઇ ગામ પાસેની હોટલમાં સામાન્ય ઝઘડાની અદાવતે યુવાનને માથામાં ઠંડા પીણાની બોટલ મારી લાકડીથી હુમલો કરી ફરાર થઇ ગયેલા હુમલાખોરને પોલીસે ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે બાપોદ પોલીસ સ્ટેશન પાછળ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતો વૈભવ સુરેશભાઇ આર્ય ગઇ રાત્રે તેના મિત્રો સાથે કપુરાઇ ગામ પાસે આવેલી શ્રધ્ધા હોટલમાં ચ્હા-નાસ્તો કરવા ગયા હતાં. વૈભવ અને તેના મિત્રો નાસ્તો કર્યા બાદ હોટલના કાઉન્ટર પર બિલની ચૂકવણી કરતા હતા ત્યારે વૈભવની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો નિર્મલ પરમાર નામનો યુવાન વૈભવ અને તેના મિત્ર સિધ્ધરાજને ધક્કો મારી હોટલની બહાર નીકળતા વૈભવે તેની સામે જોયું હતું.

(2:20 pm IST)