Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વડોદરા:કન્ટેનરમાં બિસ્કિટની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા: કન્ટેનરમાં બિસ્કીટના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો બાપોદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે પોણા ત્રણ લાખનો દારૃ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. જ્યારે દારૃ મોકલનાર અને મંગાવનાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

હરિયાણાથી કન્ટેનરમાં બિસ્કીટના બોક્સની આડમાં વિદેશી દારૃનો જથ્થો છુપાવીને વડોદરા લાવવામાં આવ્યો હતો. હાઈવે એ.પી.એમ.સી. ફ્રુટ માર્કેટ ખાતે દારૃ ઉતારવાનો હતો. જેની માહિતી બાપોદ પોલીસને મળતા એપીએમસી માર્કેટ નજીક તપાસ શરૃ કરવામાં આવી હતી. એ.પી.એમ.સી. માર્કેટમાં જગદીશ ફરસાણની પાછળની ગલીમાંથી પોલીસને એક કન્ટેનર મળી આવ્યું હતુ. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૃની ૫૫૨ બોટલ (કિંમત રૃા.૨.૭૨ લાખ) મળી આવી હતી. પોલીસે દારૃની બોટલો, કન્ટેનર, ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ રૃપિયા ૧૨.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓ ૧. રોહિતાસ બિરબલરામ જાટ ૨. રાજકુમાર દેવકરણ જાટ અને ૩. રાજીવ વિદ્યાધર જાટ (ત્રણેય રહે. રાજસ્તાન)ને ઝડપી પાડયા છે.

(2:18 pm IST)