Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમદાવાદ:સેટેલાઈટમાં વેપારી સહીત તેમની પત્નીનીએ પેટીએમ કેવાયસી કરી આપવાના બહાને અજાણ્યા શખ્સે 2લાખ 49 હજાર ટ્રાન્સફર કરી લીધા

અમદાવાદ:સેટેલાઈટમાં રહેતા વેપારી અને તેમના પત્નીને પેટીએમ કેવાયસી અપડેટ કરવાને બહાને તેમના બેન્કના ખાતામાંથી અજાણ્યા સાયબર ગઠિયાએ રૃ.૨,૪૯,૧૮૪ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને છેતરપિંડી કરી હતી. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં સાગર ટાવરમાં પરીન એ.શાહ (૫૪) તેમના પત્ની સેજલબહેન સાથે રહે છે. બન્ને એચડીએફસી બેન્ક વેજલપુર શાખા અને નવરંગપુરા શાખામાં જોઈન્ટ એકાઉન્ટ ધરાવે છે. દરમિયાન અજાણ્યા શખ્સે પરીનભાઈને અજાણ્યા શક્સે ફોન કરીને પોતે પેટીએમમાંથી બોલે છે અને પેટીએમ કેવાયસી કરાવવા ફોન કર્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ શખ્સે પરીનભાઈ પાસેથી તેમના આધારકાર્ડના છેલ્લા ચાર આકડાનો નંબર લીઘો હતો અને ક્યુ.એસ.નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરવા જણાવતા પરીનભાઈએ આ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું હતું. બાદમાં આ શખ્સે આ સોફ્ટવેરની મદદથી પરીનભાઈના મોબાઈલની તમામ માહિતી લઈ લીધી હતી.

(2:18 pm IST)