Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ભારે વરસાદના પગલે કીમ નદીની જળ સપાટીમાં વધારો

સુરત : સુરત જિલ્લામાં પડેલા સારા વરસાદના પગલે સુરતની કીમ નદીની જળ સપાટીમાં વધારો થયો છે. રાત્રી દરમિયાન કીમ નદીમાં નવા નીરની આવક થતા જળ સપાટીમાંૈ વધારો થયો છે. કીમ નદી ભયજનક સપાટીથી પોણો મીટર દૂર છે.

કીમ નદીનું હાલનું લેવલ ૧ર.૧૭ મીટર છે. જયારે ૧૩ મીટરે નદીની ભયજનક સપાટી છે. કીમ નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે એનડીઆરએફ ટીમ તૈનાત કરાઇ છે.

(1:37 pm IST)